GSTV

ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો

આપણામાંના મોટાભાગના ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દે છે કારણ કે આપણને તેના ફાયદા વિશે કોઈ અંદાજ હોતો નથી. હા, ડુંગળીની છાલમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આરોગ્યની સાથે ત્વચાની સુંદરતામાં પણ અસરકારક છે. તેના ઘણા આશ્ચર્યજનક ફાયદાઓ વિશે જાણો.

વિટામિન એ, સી, ઇ અને ઘણા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ડુંગળીની છાલ એન્ટી ઈફ્લેમેટ્રી હોય છે. ડુંગળીની છાલમાં ક્વેર્સિટિન વધુ માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને ઘટાડવા અને ધમની સાફ કરવામાં મદદગાર છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

સોજા અને કેન્સરથી બચાવે

એક અધ્યયન મુજબ ડુંગળીની છાલમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમજ તેમાં હાજર ફલેવોનોઈડ્સ, ક્વેરસેટિન અને ફિનોલિક શરીરને સોજા અને કેન્સર જેવી સમસ્યાઓથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે.

ગળાની સમસ્યાઓથી રાહત આપે છે

જો ડુંગળીની છાલને પાણીમાં નાંખીને કોગળા કરવામાં આવે અથવા ચામાં ઉકાળીને પીવામાં આવે તો તેનાથી ગળામાં દુખાવો અને અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે.

સ્કીનની એલર્જીને દૂર કરવામાં મદદ કરે છે

જો તમને ત્વચાની એલર્જી હોય તો ડુંગળીની છાલથી ઘણી રાહત મળી શકે છે. આ માટે, ડુંગળીની છાલને  રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તમારી ત્વચાને તે જ પાણીથી સાફ કરો. થોડા દિવસો સુધી આ કરવાથી ઘણો ફાયદો થશે.

વાળ લંબાઈ વધારે

જે લોકોનાં વાળ ઝડપથી ઉગતા નથી, તે માટે ડુંગળીની છાલ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ માટે ડુંગળીની છાલ અને ચાના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી વાળ ધોઈ લો. થોડા સમય આટલું કરવાથી વાળ લાંબા, કાળા અને જાડા બને છે, સાથે ડેંડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.

સ્નાયુઓમાં ખેંચાણ ઘટાડે છે

જો તમે દરરોજ સુતા પહેલા ડુંગળીની છાલનું પાણી પીતા હોવ તો તે સ્નાયુઓમાં પગ અને મસલ્સ પેઈનને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે, તમે ઓછા તાપમાને લગભગ 15 મિનિટ પાણીમાં છાલ ઉકાળી શકો છો. પછી દરરોજ એક કપ આ પાણી પીવો.

ગોરી ત્વચા મેળવવા માટે

સફેદ અને ચમકતી ત્વચા પણ ડુંગળીની છાલથી મળી શકે છે. આ માટે ડુંગળીની છાલને હળદરમાં મિક્સ કરી ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરાના ફોલ્લીઓ દૂર થઈ જશે અને ચહેરો સુધરવા લાગશે.

READ ALSO

Related posts

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!