GSTV

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

ડુંગળી

સરકાર તરફથી લેવામાં આવેલા સખત પગલાઓ બાદ ડુંગળીના ભાવમાં આશરે 10 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ આશરે 10 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયા છે. સરકારે ડુંગળીની સંગ્રહખોરી કરી રહેલા લોકો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે, જે બાદ જ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડુંગળી

જણાવી દઇએ કે આ પ્રકારની સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ટ્રેડર્સ માટે સ્ટોક લિમિટ વધારી દીધી હતી. જણાવી દઇએ કે સરકાર તરફથી લિમિટ નક્કી કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના લાસલગાંવમાં ડુંગળીના ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટીને 51 રૂપિયા પર પહોંગી ગઇ છે. લાસલગાંવ એશિયામાં ડુંગળીનું સૌથી મોટુ જથ્થાબંધ બજાર છે.

ડુંગળી

ચેન્નઇ, મુંબઇ, બેંગલોરમાં કેટલો ઘટ્યો ડુંગળીનો ભાવ

સરકારી આંકડાઓ અનુસાર ચેન્નઇમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 24 ઓક્ટોબરે ઘટીને 66 રૂપિયા પ્રતિ કિલો હતો, જે 23 ઓક્ટોબરે 76 રૂપિયા પ્રતિ કિલો હતો. આ જ રીતે મુંબઇ, બેંગલોર અને ભોપાલમાં એક દિવસની અંદર જથ્થાબંધ ભાવ 5થી 6 રૂપિયા પ્રતિ કિલો ઘટીને અનુક્રમે 70 રૂપિયા પ્રતિ કિલો, 64 રૂપિયા પ્રતિ કિલો અને 40 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. આ વપરાશ વાળા બજારોમાં ડુંગળીનો સપ્લાય વધવાથી પણ કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

જાણો ક્યાં વધ્યા ડુંગળીના ભાવ

આંકડાઓ અનુસાર, દિલ્હીના આઝાદપુર બજારમાં ડુંગળીની દૈનિક આવક વધીને 530 ટન થઇ ગઇ, જ્યારે મુંબઇમાં તે 885 ટનથી સુધરીને 1560 ટન પર પહોંચી ગઇ. ચેન્નઇમાં દૈનિક આવક 1120 ટનથી વધીને 1400 ટન થઇ ગઇ. બેંગલોરના બજારમાં તે 2500 ટનથી વધીને 3000 ટન પર પહોંચી ગઇ. જો કે લખનઉ, ભોપાલ, અમદાવાદ, અમૃતસર, કલકત્તા અને પુણેમાં આવક વધવાની હજુ બાકી છે.

ક્યાં વેચાઇ રહી છે 100 રૂપિયે કિલો ડુંગળી

સરકારે 23 ઓક્ટોબરે એસેંશિયલ કમોડિટીઝ અમેંડમેંટ એક્ટ લાગુ કર્યો હતો અને 31 ડિસેમ્બર સુધી રિટેલર્સ માટે ડુંગળીના સ્ટોકની લિમિટ 2 ટન તથા જથ્થાબંધ વિક્રેતાઓ માટે 25 ટન નક્કી કરી. આ પગલુ ડુંગળીની સંગ્રહખોરી રોકવા અને તેના આસમાને પહોંચેલા ભાવ પર અંકુશ લગાવવા માટે લીધુ હતુ. ડુંગળીની કિંમત કેટલાક રિટેલ માર્કેટ્સમાં 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.

ડુંગળી

21 રૂપિયે કિલોના ભાવે ડુંગળી મોકલશે NAFED

NAFEDના ડાયરેક્ટર અશોક ઠાકુરે જણાવ્યું કે જલ્દી 21 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રાજ્યોને ડુંગળી મોકલવામાં આવશે. તે બાદ ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ જોડીને રાજ્ય પોતાના હિસાબે તેને ડુંગળીના બજારોમાં વેચી શકશે. સાથે જ દિલ્હીમાં અમે સફળના સ્ટોર પર 28 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાવી રહ્યાં છીએ. સાથે જ દિલ્હીમાં અમે સફળના સ્ટોર પર 28 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચાવી રહ્યાં છીએ. જાણકારોની માનીએ તો NAFEDથી 21 રૂપિયે કિલો ડુંગળી મળ્યા બાદ રાજ્ય પોતાના ખર્ચા જોડીને વધુમાં વધુ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી આરામથી વેચી શકશે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!