GSTV

100 રૂપિયે ડુંગળી મળશે, 10 મહિનામાં સૌથી ઊંચા ભાવે પહોંચ્યા ડુંગળીના ભાવ

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી (કાંદા) દશેરા સુધીમાં એકસો રૂપિયે કિલોના ભાવે વેચાય તો નવાઇ નહીં પામતા. જાણકાર વર્તુળોના કહેવા મુજબ કાંદાનો જૂનો સ્ટોક ખતમ થવા આવ્યો હતો અને નવો પાક હજુ બજારમાં આવ્યો નથી. મહારાષ્ટ્રના નાશિકના લાસલાંવમાં કાંદાનું સૌથી મોટું બજાર આવેલું છે.

10 મહિનામાં સૌથી ઊંચા ભાવે પહોંચ્યા ડુંગળીના ભાવ

આજે બુધવારે સવારે આ બજારમાં કાંદાનો જથાબંધ ભાવ ક્વિન્ટલે રૂપિયા 7,800 પર પહોંચી ગયો હતો. એ ધ્યાનમાં લેતાં ગરીબો કે મધ્યમ વર્ગને કાંદા પરવડી શકે એમ નહોતા. હોલસેલર પાસે જ 84 રૂપિયે કિલોના ભાવે કાંદા આવે તો એ કયા ભાવે વેચે. આ કાંદા નાશિકથી દિલ્હી જાય તો કિલો દીઠ સાતથી આઠ રૂપિયા વધી જાય. એટલે કાંદા 100 રૂપિયે કિલોના ભાવે વેચવા પડે.

કાંદા 100 રૂપિયે કિલોના ભાવે વેચવા પડે

લાસલગામમાં ગઇ કાલે કાંદાનો સરેરાશ લીલામનો ભાવ ક્વિન્ટલે 7,100 રૂપિયા હતો. એકદમ હલકી અને ખરાબ ગુણવત્તા ધરાવતા કાંદા પણ ક્વિન્ટલે 1,900 રૂપિયે વેચાયા હતા. ઉત્તમ ગુણવત્તાના કાંદા 7,812 રૂપિયે લીલામ થયા હતા. મંગળવારે લાસલગાંવમાં 7,000 ટન કાંદા લીલામમાં વેચાયા હતા. છેલ્લા દસ મહિનામાં કાંદાના આ સૌથી ઊંચા ભાવ હતા. આ પહેલાં ગયા વર્ષના ડિસેંબરમાં કાંદાના ભાવ 100 રૂપિયે પહોંચ્યા હતા.’

READ ALSO

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan

પીએમ મોદીની મન કી બાત લોકોને નથી આવી રહી પસંદ, લાઈક કરતા ડિસલાઈકમાં થયો અધધ વધારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!