પ્રિયંકા હુક્મનો એક્કો સાબિત : સપા-બસપાએ 15 સીટની કરી ઓફર, કોંગ્રેસે કહ્યું નથી જોઈતી

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં પોતાના હુકમના એક્કા તરીકે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારીને મોટો દાવ ખેંલ્યો છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના મહાસચિવ બનાવવાની સાથે પૂર્વાંચલની જવાબદારી સોંપી છે. જે બાદ રાજ્યની રાજનીતિમાં ઝડપથી ફેરબદલ જોવા મળી રહ્યા છે. તેનું પરિણામ એ રહ્યું કે હવે સપા-બસપા સમજૂતીના મૂડમાં નજર આવી રહી છે અને કોંગ્રેસને ગઠબંધનનો ભાગ બનવું નથી.

કોંગ્રેસ રાજ્યમાં સપા-બસપાની બરાબર બેઠક ઇચ્છે છે

લોકસભા ચૂંટણી-2019માં નરેન્દ્ર મોદીના વિજય રથને ઉત્તર પ્રદેશમાં રોકવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસની અવગણના કરીને ગઠબંધનનું એલાન કર્યુ છે પરંતુ ત્યારબાદ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ સૂત્રોનું માનીએ તો સપા-બસપાના રાજ્યની 80 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસને 15 બેઠકની ઓફર કરી છે પરંતુ હવે પાર્ટીએ બેઠકોની ડિમાન્ડ વધારી દીધી છે. કોંગ્રેસ હવે રાજ્યમાં ઓછામાં ઓછી 25 લોકસભા બેઠક માંગી રહી છે. કોંગ્રેસના નેતાઓની વાત માનીએ તો કોંગ્રેસ રાજ્યમાં સપા-બસપાની બરાબર બેઠક ઇચ્છે છે. જે મુજબ ત્રણે પક્ષોને 25-25 બેઠકો પર ચૂંટણી લડે અને બાકીના પાંચ બેઠકોને આરએલડી જેવા નાના પક્ષોમાં વહેચી દેવામાં આવે.

80 લોકસભા બેઠકોમાં 38-38 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

ગત મહિને અખિલેશ યાદવ અને માયાવતીએ સપા-બસપાના ગઠબંધનનું એલાન કર્યું હતું. આ દરમિયાન બંને પક્ષોએ 80 લોકસભા બેઠકોમાં 38-38 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બે બેઠકો ગઠબંધનની અન્ય પાર્ટીઓ માટે બાકી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અમેઠી-રાયબરેલીમાં કોંગ્રેસની વિરૂદ્ધ ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

પ્રિયંકા ગાંધીના રાજકીય એન્ટ્રીને કારણભૂત ગણવામાં આવે છે

જો કે એક મહિનો વિતિ ગયા બાદ સપા-બસપા રાજ્યની કઇ કઇ બેઠકો પર ચૂંટણી લડશે તેની જાહેરાત હજુ સુધી થઇ નથી. તેની પાછળ પ્રિયંકા ગાંધીના રાજકીય એન્ટ્રીને કારણભૂત ગણવામાં આવે છે. થોડા દિવસો પહેલા અહેવાલ આવ્યા હતા કે સપા-બસપા નવી રીતે રણનીતિ બનાવશે અને ત્યારબાદ બેઠકોની વહેંચણી કરશે. પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી અને લખનૌમાં રોડ શો બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અવતાર તરીકે રજૂ કરી રહી છે. જેનાથી સ્પષ્ટ છે કે રાજ્યની રાજનીતિમાં લડાઇ હવે બે ધ્રુવના બદલે ત્રિકોણીય બની રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter