GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજકારણ / ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં થઈ શકે છે સામેલ, કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો

અશ્વિન કોટવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. તાજેતરમાં જ કેટલાક કોંગી નેતા ભાજપ અને કોંગ્રેસમાં સામેલ થઈ ચુક્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડી કેસરિયો ધારણ કરે છે, તો તે કોંગ્રેસ માટે મોટો ફટકો હશે.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની નારાજગી યથાવત જોવા મળી છે. કોટવાલે કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનું ટાળ્યુ. હવે એવી ચર્ચાએ જોર પકડ્યુ છેકે, અશ્વિન કોટવાલ ટુંક સમયમાં ભાજપમાં જોડાય શકે છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કોટવાલ છેલ્લા ઘણાં સમયથી કોગ્રેસના કોઇ કાર્યક્રમમાં સામેલ થતા નથી. કોંગ્રેસમાં થતી સતત અવગણનાને કારણે તેઓ પક્ષથી નારાજ છે.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ જવાનું ટાળી રહ્યા છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે અને ટૂંક સમયમાં ભાજપને ખેસ પહેરી શકે છે.

કોંગ્રેસ માટે મોટો ફટકો હશે

ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ ત્રણ-ચાર ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV