GSTV

ONGC Recruitment 2021 / ઓએનજીસીમાં નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)એ એન્જિનિયરિંગ અને જીઓ સાયન્સ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએટ ટ્રેની પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. તમામ રસ ધરાવતા ઉમેદવારો 1 નવેમ્બર 2021 સુધીમાં સત્તાવાર વેબસાઇટ ongcindia.com દ્વારા આ પોસ્ટ પર ભરતી માટે અરજી કરી શકે છે. આ પોસ્ટ પર ભરતી માટે અરજી પ્રક્રિયા 11 ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવી છે.

આ પ્રક્રિયાના માધ્યમથી કુલ 309 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં AEEની કુલ 220 પોસ્ટ, કેમિસ્ટની 14 પોસ્ટ, જિયોલોજિસ્ટની 19 પોસ્ટ, જિયોફિજિસ્ટની 35 જગ્યાઓ, મટિરિયલ મેનેજમેન્ટ ઓફિસરની 13 પોસ્ટ અને ટ્રાન્સપોર્ટ ઓફિસરની 8 પોસ્ટ છે. જણાવી દઈએ કે ગ્રેજ્યુએટ ટ્રેનીની કુલ ખાલી જગ્યાઓમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 145 પોસ્ટ, ઓબીસી કેટેગરી માટે 62 પોસ્ટ, એસસી કેટેગરી માટે 40 પોસ્ટ, એસટી કેટેગરી માટે 32 પોસ્ટ અને ઈડબલ્યુએસ કેટેગરી માટે 30 પોસ્ટ સામેલ છે.

સત્તાવાર નોટિફિકેશન મુજબ AEE (ડ્રિલિંગ/સિમેન્ટિંગ)ના પદ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે, અન્ય પોસ્ટ માટે ભરતી માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. જોકે સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વય છૂટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પર વિગતવાર માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી GATE 2021માં મેળવેલ ગુણ, શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. તમામ ઇચ્છુક અને લાયક ઉમેદવારો ONGC Graduate Apprentice Recruitment 2021 માટે 1લી નવેમ્બર 2021 સુધીમાં સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે જનરલ/ઇડબ્લ્યુએસ/ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયાની અરજી ફી પણ ચૂકવવી પડશે. વધુ વિગતો માટે તમે સત્તાવાર વેબસાઇટ ચેક કરી શકો છો.

Read Also

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!