GSTV

ONGCના પાપે ખેડૂતોને ડામ, ગેસ કોર્પોરેશનના રસ્તાઓને કારણે નથી થતો વરસાદી પાણીનો કુદરતી નિકાલ, જગતનો તાત પાક લે તો લે કઈ રીતે?

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

મહેસાણાના બહુચરાજી તાલુકાના પ્રતાપનગરમાં ONGCના વાંકે ખેડૂતો ભોગ બની રહ્યા છે. અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો માટે માત્ર ચોમાસુ જ નહી શિયાળુ પાક પણ લઈ શકતા નથી. ત્યારે શું છે પ્રતાપનગરમાં સમસ્યા જોઈએ આ અહેવાલ.

મહેસાણાના બહુચરાજીના પ્રતાપનગરમાં ONGCના 70થી વધુ ઓઈલ કાઢવાના વાલ આજે ખેડૂતો માટે મોટી સમસ્યા રૂપ બની ગયા છે. કારણ કે ONGC દ્વારા એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે રસ્તા બનાવવામાં આવ્યા છે. આ રસ્તા ખેતર કરતા દોઢથી બે ફૂટ ઉંચા છે. જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો કુદરતી નિકલ થઈ શકતો નથી. અને ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહ્યા છે. જેથી 50થી વધુ ખેડતો વાવણી પણ કરી શકતા નથી. અને ચોમાસા ઉપરાંત શિયાળુ પાક પણ લઈ શકતા નથી.

ખેડૂતોની આ સમસ્યાના ઉકેલ માટે તેઓ વારંવાર ONGCના અધિકારીઓ, મુખ્યપ્રધાન અને જિલ્લા કલેકટર સુધી રજૂઆતો કરી ચુક્યા છે. એક બે નહી પરંતુ 60 જેટલી અરજીઓ અત્યાર સુધી કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી. અને છતાં જમીન ખેડૂતે ખેતી કરી શકતા નથી અને મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર છે.

ONGC

પોતાની આ સમસ્યાને લઈને અત્યાર સુધી ગાંધી ચિંધ્યા રાહે રજૂઆતો કરનારા ખેડૂતોએ ઓએનજીસીના સ્ટાફ બસને રોકીને દેખાવ પણ કરી ચુક્યા છે. પરંતુ ઉકેલ આવ્યો નથી. ત્યારે જલ્દીમાં જલ્દી થયેલા નુકસાનનું વળતર ચુકવાય અને રસ્તો નીચો કરવામાં આવે કે પાણીના નિકાલની વ્યવસ્તા થાય તેવી માંગ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:


Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!