GSTV

આવી રહ્યો છે 5 કેમેરાવાળો OnePlus 8T, લોન્ચ થયા પહેલા જ થયા તેના આ તમામ ફિચર્સ લીક

ચીનની સ્માર્ટફોન બનાવનારી કંપની વનપ્લસ તેના નવા ડિવાઇસ વનપ્લસ 8ટી (OnePlus 8T) પર કામ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોન સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે. તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, નવા ફોનમાં વનપ્લસ 8 થી અલગ નવું કેમેરા મોડ્યુલ આપવામાં આવી શકે છે. પ્રાઇસબાબાએ ઓનલીક્સ સાથે મળીને ફોનની કેટલીક રેન્ડર ફોટો શેર કરી છે, જે બતાવે છે કે. વનપ્લસ 8 ટીમાં લંબચોરસ કેમેરા મોડ્યુલ હશે.

120 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળું હશે ડિસ્પ્લે

રિપોર્ટ્સ અનુસાર, વનપ્લસ 8 ટી 6.5 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે મળી શકે છે, જેમાં રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. આ અગાઉ કંપની વનપ્લસ 8 પ્રોમાં પણ આ જ રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપી ચૂકી છે. આ સિવાય સ્માર્ટફોન બે વેરિએન્ટ 8GB + 128GB અને 12GB + 256GB માં આવી શકે છે અને તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર મળી શકે છે.

કેમેરા અને બેટરી કેવી રહેશે

વનપ્લસ 8 ટીમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર, 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર હશે. તે જ સમયે, સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે.

આવી રહ્યો છે 5 કેમેરાવાળો OnePlus 8T, લોન્ચ થયા પહેલા જ થયા તેના આ તમામ ફિચર્સ લીક

ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોન 4,500mAh ની બેટરી સાથે આવી શકે છે અને તેમાં 65w ઝડપી ચાર્જિંગ મળી શકે છે. હમણાં સુધી કંપની 30w વાર્પ ચાર્જનું ફિચર આપતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોનના બેઝીક મોડેલની કિંમત 40 થી 45 હજારની વચ્ચે હોઈ શકે છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!