GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

OnePlus લાવી રહ્યુ છે સસ્તી કિંમતના 3 Smart TV, આ દિવસે થશે લોન્ચ અને આ રહેશે કિંમત

OnePlus ભારતમાં 2 જુલાઈના રોજ સસ્તા સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહ્યુ છે. તે માટે પ્રી બુકિંગ શરૂ થઈ ચૂકી છે. અત્યારે એ જાણકારી સામે આવી છે કે, કંપની ત્રણ નવા સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ એક ટ્વીટમાં કહ્યુ છે કે, આવનારા સ્માર્ટ ટીવીની શરૂઆતી કિંમત 1X999 રૂપિયા હશે.ટોપ વેરિએંટની કિંમત 4X999 રાખવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સ્ક્રીન સાઈજનો ખુલાસો કર્યો નથી. તેથી તે કહેવુ મુશ્કેલ છે કે, ક્યા વેરિએંટની કિંમત ક્યાં રેંજમાં હશે.

3 અલગ-અલગ સાઈઝના સ્માર્ટ ટીવી લોન્ચ

Amazon પર આ સ્માર્ટ ટીવીનુ પ્રી બુકિંગ કરાવવા પર કંપની 2 વર્ષ માટે એક્સ્ટેંડેડ વોરંટી પણ આપી રહ્યુ છે. જેમ કે, કંપનીએ ટીઝર લોન્ચ કર્યુ છે, તેનાથી તે સ્પષ્ય થઈ જાય છે કે, 3 અલગ-અલગ સાઈઝના સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવશે. બેસ વેરિએંટની કિંમત 20 હજાર રૂપિયાની અંદર હશે અને આ 32 ઈંચનુ હોઈ શકે છે. તે સિવાય વેરિએંટ 40 હજાર રૂપિયાની અંદર હશે અને તેમાં 32 ઈંચ, 42 ઈંચ અને 55 ઈંચની બજેટ સ્માર્ટ ટીવી સામેલ થશે.

સ્માર્ટ ટીવીમાં ઈનોવેટિવ ગામાં એન્જીન

55 ઈંચ મોડલની વાત કરીએ તો, તેમાં 4K ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તે સિવાય બંને મોડલના ફુલ એચડી હોવાની સંભાવના છે. OnePlus ના સીઈએ Pete Lau એ હાલમાં જ કહ્યુ હતુ કે, નવા OnePlus સ્માર્ટ ટીવીમાં ઈનોવેટિવ ગામાં એન્જીન આપવામાં આવ્યુ છે. નવા સ્માર્ટ ટીવીમાં 95 ટકા સ્ક્રીન ટુ બોડી રેશ્યો હશે અને તેમાં બિલ્ટ ઈન સ્પીકર્સ પણ આપવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેમાં બેહતર બેસ પણ હશે, ટ્વીટથી તે પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે, કાર્બન ફાઈબર પેટર્નમાં હશે અને તેમાં કેટલાક પ્રી લોડેડ OTT એપ્સ પણ મળશે.

READ ALSO

Related posts

પશ્વિમ વિસ્તારોમાં સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ, શહેરના આ વિસ્તારોમાં ફાટ્યો કોરોનાનો રાફડો

Bansari

મુંબઈના બોરીવલીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ભિષણ આગ, 14 ફાયર ફાયટર ઘટનાસ્થળે

Arohi

સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો બની શકે છે ‘સુપરસ્પ્રેડર’, 574માંથી આટલા લોકો નીકળ્યાં કોરોના પોઝિટિવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!