ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ થશે OnePlusનું ટીવી, અહીંથી થશે વેચાણ

ભારતીય પ્રીમિયમ સ્માર્ટફોને બજારમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યા બાદ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસ હવે ટીવી માર્કેટમાં પગપેસારો કરવા તૈયાર છે, જોકે, તેનો ખુલાસો આજે નહીં, પરંતુ પરંતુ થોડા મહિના પહેલા જ વનપ્લસના સીઈઓ પિટ લાઉએ કર્યો હતો, પરંતુ હવે કંપનીએ ભારતમાં ટીવી લૉન્ચ કરવાની તારીખની પણ જાહેરાત કરી દીધી છે.

રિપોર્ટ મુજબ, વનપ્લસનું સ્માર્ટ ટીવી ભારતમાં આગામી વર્ષે મે મહિનામાં લૉન્ચ થઇ શકે છે. આમ તો કંપનીએ લૉન્ચિંગ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ આશા સેવાઇ રહી છે કે 1 જૂનથી વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે અને આ દરમ્યાન કંપની ટીવી લૉન્ચ કરશે.

અહેવાલ એવા પણ છે કે OnePlusના ટીવીનું વેચાણ ભારતમાં એક્સક્લૂઝીવ પદ્ધતિએ એમેઝોન ઈન્ડિયા પરથી થશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વનપ્લસ અને એમેઝોનની ભાગીદારીના 54 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. વનપ્લસના ટીવીની એમેઝોન પર વેચાણ થયાની પુષ્ટિ એમેઝોન ઈન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે આપી છે. એમેઝોન સિવાય વનપ્લસના ટીવીના વેચાણ ક્રોમા અને રિલાયન્સ ડિજીટલ જેવા ઑફલાઇન સ્ટોર પરથી થશે.

હવે ભારતીય ટીવી બજારમાં વનપ્લસની કાંટેની ટક્કર શાઓમી સાથે થવાની છે, કારણકે ટીવી માર્કેટમાં પહેલાથી જ ભારતમાં પોતાના પગ જમાવી નાખ્યા છે. શાઓમીના સ્માર્ટ ટીવીની પ્રારંભિક કિંમત 13,999 રૂપિયા અને મહત્તમ કિંમત 49,999 રૂપિયા છે. શાઓમીના ટીવીની ભારતમાં ઘણી ચર્ચા થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે વનપ્લસે હાલમાં જ ભારતમાં વનપ્લસ 6ટી સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. OnePlus 6Tના 6 જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 37,999 રૂપિયા, 8 જીબી + 128 જીબી મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક વેરિએન્ટની કિંમત 41,999 રૂપિયા અને 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજવાળો વેરિએન્ટ 45,999 રૂપિયામાં વેચવામાં આવશે. આ ફોનની સાથે વનપ્લસે એકસાથે વધારે ફોનની અનબૉક્સિંગ કરવાનો ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વનપ્લસ 6Tને એકસાથે 559 લોકોએ અનબૉક્સિંગ કર્યુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter