GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કપડાંની આરપાર જોઈ શકતો હતો ચાઈનીઝ ફોનનો કેમરા, જુઓ તસ્વીરો વિશ્વાસ નહીં આવે

ચાઈનીઝ ફોન

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશિપ ફોનમાં કંપનીએ ખાસ કેમરા સેન્સર આપ્યું હતું. જેની મદદથી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અને કપડાની આરપાર જોઈ શકાતું હતું. કંપનીની તરફથી ‘X-ray Vision’ કેમેરા સેન્સર કેમ આપવામાં આવ્યું તે વિશે જાણકારી નથી મળી પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવ્યું છે. વનપ્લસે OnePlus 8 Proમાં ઈન્ફ્રારેડ ફોટોક્રોમ લેન્સ આપ્યો હતો અને આ અમુક ખાસ પ્રકારના પ્લાસ્ટિક અને કપડાઓની આરપાર જોઈ શકતું હતું.

કંપનીએ આ પહેલા જ આ સેન્સને ડિસેબલ કરી દીધું હતું પરંતુ હવે કન્ફર્મ કરવામાં આવ્યું છે કે આ કેમેરા સેન્સર પરમાનેન્ટ ડિસેબલ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્ટર ઈન્ફ્રારેડની મદદથી તસ્વીરોને યુનીક કલર આપતો હતો પરંતુ ફોનના રિવ્યુ યુનિટ્સમાં એક ખાસ ફંન્ક્શન સામે આવ્યું. ઘણા ઈલેક્ટ્રોનિક્સ અને કપડાની આરપાર જોતા આ કેમરાને લઈને ઘણા યુઝર્સે પ્રાઈવસીને લઈને ચિંતા વ્યક્ત કરી. ત્યાર બાદ વનપ્લસ દ્વારા અપડેટ આપીને તેને ડિસેબલ કરી દેવામાં આવ્યું.

નવા અપડેટથી કેમરા ડિસેબલ

વનપ્લસના સ્પોક્સપર્સને જણાવ્યું કે નવા અપડેટ બાદ પણ યુઝર્સ ફોટોક્રોમ લેન્સની મદદથી તસ્વીરો ક્લિક કરી શકશે. જોકે સોફ્ટવેરમાં કરવામાં આવેલા બદલાવના કારણે હવે ઓબ્જેક્ટ્સ અથવા કપડાની આરપાર ફોન કેમરાની મદદથી નહીં જોઈ શકાય. વનપ્લસની નવી અપડેટ બુધવારે ઓફિશયલ બ્લોગ પોસ્ટમાં અનાઉન્સ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે આ એક ફોર્સ્ડ અપડેટ છે અને યુઝર્સને તેને ડાઉનલોડ કરવી જ પડશે. કેમરા ચેન્જીસ ઉપરાંત નવી અપડેટ સારુ પર્ફોર્મન્સ અને બેટરી લાઈફ પણ ઓફર કરશે.

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો કમાલ

OnePlus 8 Proની ‘X-ray’ ક્ષમતાની જાણ સૌથી પહેલા યુએસ ટેક કમેન્ટેટર બેન જેસ્કિનને થઈ હતી. તેમણે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી બતાવ્યું હતું કે કઈ રીતે ફોનનો ફોટોક્રોમ કેમેરા તેમના Apple TV સેટ-ટોપ બોક્સ કેસની આરપાર જોઈ શકે છે. ત્યાર બાદ બાકી યુઝર્સે પણ આ લેન્સનો ઉપયોગ શરૂ કર્યો અને ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી. પાતળી પ્લાસ્ટિક કેસિંગ ઉપરાંત અમુક કપડાની આરપાર પણ આ સેન્સર જોઈ શકતું હતું.

Read Also

Related posts

હવે તમે ઓફલાઈન પણ કરી શકો છો ડિઝીટલ ટ્રાન્ઝક્શન, RBIએ કરી આ નવી સુવિધા

Mansi Patel

Seventh Pay Commission : આ રાજ્યના કર્મચારીઓ માટે આવી મોટી ખબર, સરકાર પગારમાં નહીં કરે કાપ

Pravin Makwana

ગૌ શાળાના લાભાર્થે આ ગામમાં કરાયું જનતા તાવડાનું આયોજન, શુદ્ધ ઘીમાં મળશે મીઠાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!