GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

6000 રૂપિયા સસ્તો થઇ ગયો આ પ્રિમિયમ સ્માર્ટફોન, ફિચર્સ જોશો તો લેવાનું મન થઇ જશે

oneplus

ચીનની સ્માર્ટફોન કંપની વનપ્લસે તેના Oneplus 7 ટી Proની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ આ ફોનની કિંમત 6000 રૂપિયા ઘટાડી છે. Oneplus 7 ટી Pro ગયા વર્ષે 53,999 રૂપિયાના ભાવે લોન્ચ કરાયો હતો. હવે કંપનીએ તેની કિંમતમાં 6,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે બાદ હવે આ ફોનની કિંમત 47,999 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતની માહિતી કંપનીની વેબસાઇટ પર મેળવી શકાય છે.

Oneplus 7 T Proના ફિચર્સ

Oneplus 7 ટી Pro 90 હર્ટ્ઝની 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે. ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે. ફોટોગ્રાફી માટે તેમાં 48 MP  + 8 MP અને 16 MP  કેમેરા સેટઅપ મળશે, જ્યારે સેલ્ફી માટે તેમાં 16 MP કેમેરો છે. પરફોર્મન્સ માટે તેમાં સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ આપવામાં આવી છે. આ ડિવાઇસની બેટરી 4085 એમએએચની છે.

Oneplus 8 અને Oneplus 8 Pro તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા છેOneplus 8 ની કિંમત 41,999 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે Oneplus 8 Proની કિંમત 54,999 રૂપિયાથી શરૂ થાય છે.

Oneplus 8ના ફિચર્સ

તેમાં 6.55 ઇંચની FluidAMOLED 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. પરફોર્મન્સ માટે, તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 SoC Proસેસર અને X55 5G ચિપસેટ છે. ફોન, Android 10 પર આધારિત OxygenOS પર ચાલે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 48 MP પ્રાઈમરી રીઅર સેન્સર, 16 MP અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2 MP મેક્રો સેન્સર આપવામા આવ્યું છે. આ સિવાય તેમાં 16 MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. પાવર આપવા માટે, તેમાં 4,300 એમએએચની બેટરી છે, જે WarpCharge 30T ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે છે.

Oneplus 8 Proના ફીચર્સ

તેમાં 6.78 ઇંચની FluidAMOLED 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. પરફોર્મન્સ માટે, તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 એસસી Proસેસર અને X55 5G ચિપસેટ છે. પાવર માટે, તેમાં 4,510 એમએએચની બેટરી છે, જેમાં WarpCharge 30T ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. આ ફોન, Android 10 પર આધારિત ઓક્સિજનOS પર ચાલે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા છે. ફોટોગ્રાફી માટે, તેના પાછળના ભાગમાં ક્વાડ રીઅર કેમેરો સેટ-અપ છે, જેમાં 48 એમપી પ્રાઈમરી રીઅર સેન્સર, 8 એમપી ટેલિફોટો સેન્સર, 48 એમપી અલ્ટ્રા વાઇડ સેન્સર અને 5 એમપી કલર ફિલ્ટર કેમેરા સેન્સર છે. જ્યારે સેલ્ફી માટે, તેની આગળના ભાગમાં 16 એમપીનો ફ્રન્ટ કેમેરો છે.

Read Also

Related posts

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel

ગુજરાતની પ્રજા વધુ એક બોજ સહન કરવા રહે તૈયાર, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થઈ શકે છે વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!