GSTV

શું તમે One Plus 7T Pro સ્માર્ટફોન ખરીદવા માંગો છે? તો જલ્દી કરો, મળી રહી છે 7 હજાર રૂપિયાની છુટ

શું તમે પણ One Plus 7T Pro સ્માર્ટ ફોન ખરીદવા માંગો છો? તો અમેજોન ઈન્ડિયા આપી રહ્યું છે એક સારી તક. અમેજોન પર વન પ્લસ 7ટી પ્રો સ્માર્ટફોન પર તમને 7 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે માટે તમારે ફોન ખરીદતા સમયે સીઓડી સિવાય તુરંત જ આ ફોનનું પેમેન્ટ કરી દો છો તો, તમને 2 હજાર રૂપીયા સુધીનું કેશબેક મળશે. જો કે, આ કેશબેક યુઝર્સના અમેજોન પે બેલેન્સમાં 3 દિવસની અંદર ક્રેડિટ થઈ જશે.

તે સિવાય ઈ-કોમર્સ વેબસાઈટ ફોનમાં એક્સચેન્જ પર 2 હજાર રૂપિયાની એક્સ્ટ્રા વેલ્યુ પણ આપવામાં આવી રહી છે. સાથે જ જો તમે આ ફોનને SBIના ક્રેડિટ અથવા તો, ડેબિટ કાર્ડ પરથી ખરીદશો તો, 3 હજાર રૂપીયાનું તત્કાલ ડિસ્કાઉનેટ મળશે. ઉલ્લેખનીય છે કે, વન પ્લસ 7ટી પ્રોની કિંમત 53,999 રૂપીયા છે અને ઈફેક્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર બાદ આ આ ફોન 46,999 રૂપીયામાં મળશે.

ફીચર્સ અને સ્પેસિફિકશન

OnePlus 7T Pro ફોનમાં 6.67 ઈંચનું ક્વાડએચડી+ 1440×3120 પિક્સલ ફ્લૂઈડ અમોલેડ ડિસ્પ્લે છે. ડે 90 હર્ટજ રિફ્રેશ રેટ અને 19.5:9 આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. સ્માર્ટફોનમાં ઓક્ટા કોર સ્નેપનડ્રેગન 855+ પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રોનો 640 GPU છે અને મલ્ટીટાસ્કિંગ માટે 8 GB રેમ છે. ડિસ્પ્લે પૈનલ પર 3D કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસનું પ્રોટેક્શન પણ છે. આ ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

આ બંને હેન્ડસેટનું વજન અને ડાઈમેન્શન પણ લગભગ એક સરખું જ છે. જો કે, ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ફોન આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઈડ 10 પર આધારિત ઓક્સિજન OS 10.0 પર ચાલે છે. આ ફોન પોતાની સાથે અપગ્રેડેટ પોર્ટ્રેટ મોડ, મેક્રો મોડ અને રીડિંગ મોડ લઈને આવે છે.

કેમેરાની વાત કરીએ તો, ફોટો અને વીડિયો માટે આ OnePlus 7T Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે આ ફોનમાં પોપ અપ કેમેરા પણ છે. રિયર કેમેરામાં પ્રાઈમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે. સાથે જ અપર્ચર F/1.6 છે. આ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈજેશન અને ઈલેક્ટ્રિક ઈમેજ સ્ટેબલાઈજેશનથી લેસ છે. 8 મેગાપિક્સલની ટેલીફોટો લેન્સની સાથે 16 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરો છે. અલ્ટ્રાશોટ, નાઈટસ્કેપ, પ્રો મોડ, પનોરમાં, એચડીઆર, એઆઈ સીન ડિટેક્શન અને રો ઈમેજ જેવા ફીચર માટે ફોનમાં સપોર્ટ પણ હાજર છે.

વન પ્લસ 7 ટી પ્રોનો સેલ્ફી કેમેરો ખૂબ જ સારો છે. જેમાં 16 મેગપિક્સલનો Sony IMx471 કેમેરાનું સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા ફેસ અનલોક, એચડીઆર, સ્ક્રીન ફ્લેશ અને રીટચિંગ જેવા ફીચર્થથી લેસ છે.

OnePlus 7 Pro, 256 GB યૂએફએસ 3.0 ઈનબિલ્ટ સ્ટોરેજની સાથે આવશે. કનેક્ટિવિટી ફીચર્સમાં 4 વીઓએલટીઈ, Wifi 802.11એસસી, બ્લૂટૂથ 5.0, GPS/A-GPS, NFC અને USB ટાઈપ સી સામેલ છે. બેટરી 4,085 MHની છે. આ વાર્પ ચાર્જ 30T ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોડીને સપોર્ટ કરે છે. હેન્ડસેટનું ડાઈમેન્શન 162.675.98.8 મિલીમીટર છે અને વજન 206 ગ્રામ છે.

READ ALSO

Related posts

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!