GSTV
Gujarat Government Advertisement

10GB RAM ધરાવતો ફોન આ દિગ્ગજ કંપની ભારતમાં આજે કરશે લૉન્ચ

Last Updated on December 12, 2018 by

OnePlus 6T McLaren એડિશનને આજે ભારતમાં લૉન્ચ કરવાની છે. મંગળવારે આ સ્માર્ટફોનની આંતરરાષ્ટ્રીય લૉન્ચિંગ કરવામાં આવી હતી. આજે ભારતમાં આ સ્માર્ટફોનની લોન્ચિંગ મુંબઈમાં 6pm IST કરવામાં આવશે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં હાજર 10GB રેમ છે. સાથે જ તેના રિયર પેનલમાં સિગ્નેચર McLaren પપાયા ઑરેન્જ કલર આપવામાં આવ્યો છે. જે ડિવાઇસના બૉટમ એજ પર દેખાઇ રહ્યું છે.

કંપનીએ જાણકારી આપી છે કે તેના બેક પેનલમાં McLarenનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્બન ફાઇબર આપવામાં આવ્યું છે, જે બધી McLaren કારોમાં 1981થી અપાઇ રહ્યું છે. ભારતમાં તેની કિંમતનો ખુલાસો લૉન્ચિંગ બાદ જ કરવામાં આવશે. જોકે, તેની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

OnePlus 6T McLaren એડિશનની વિશેષતા

ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 બેસ્ડ OxygenOS પર ચાલે છે અને તેમાં 6.41 ઈંચ ફૂલ-HD+ (1080*2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. અહીં ડિસ્પ્લેમાં શાનદાર પ્રોટેક્શન માટે લેટેસ્ટ કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પણ આપ્યો છે. આ સ્માર્ટફોનમાં 10GB રેમની સાથે ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો અહીં રિયરમાં ડ્યુઅલ-કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેનો પ્રથમ કેમેરો 16 મેગાપિક્સલનો છે તો બીજો કેમેરો 20 મેગાપિક્સલનો છે. જેનો રિયર કેમેરા 60fps પર 4K વીડિયો પણ શૂટ કરવામાં સક્ષમ છે. અહીં OIS અને EIS સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે અહીં f/2.0 અપર્ચરની સાથે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. અહીં શાનદાર લો-લાઇટ ફોટોગ્રાફી માટે પ્રી-લોડેડ Nightscene ફીચર પણ હાજર છે.

OnePlus 6Tની ખાસ એડિશનમાં 256GBની ઈન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે, જોકે, તેનાથી કાર્ડ દ્વારા વધારવાનો ઑપ્શન મળશે નહીં. અહીં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે કંપનીના દાવા મુજબ 0.34 સેકન્ડમાં જ ફોનને અનલૉક કરી દેશે. OnePlus 6T McLaren Editionની બેટરી 3700mAhની છે અને અહીં ફાસ્ટ ચાર્જિગને પણ સપોર્ટ મળશે.

READ ALSO 

Gujarat Government Advertisement

Related posts

ભૂલી જાઓ પેટ્રોલ અને ડીઝલ! આવી રહી છે Hydrogenથી ચાલવા વાળી કાર , શરૂ થશે પરીક્ષણ

Vishvesh Dave

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!