30 ઓક્ટોબરે નહીં હવે આ તારીખે લોન્ચ થશે OnePlus 6T, જાણો કેમ

ચીની સ્માર્ટફોન કંપની OnePlusએ પોતાની ફ્લેગશિપ ફોન વનપ્લસ 6Tને લોન્ચિંગની તારીખમાં ફેરફાર કર્યો છે. જ્યાં કંપનીએ પહેલા તેને 30 ઓક્ટોબરે New Yorkની એક ઈવેન્ટમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. તો હવે તેની તારીખમાં ફેરફાર કરી એક દિવસ પહેલા કરી દીધો છે. કંપનીના CEOએ ટ્વિટ કરી આ વાતની માહિતી આપી છે કે OnePlus 6T, 30 ઓક્ટોબરના બદલે 29 ઓક્ટોબરે જ લોન્ચ થશે.

તારીખ કેમ બદલવામાં આવી?

ખરેખર, 30 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં પણ એપલની એક ઈવેન્ટ છે, જેમાં કંપની નવુ આઈપેડ લોન્ચ કરી શકે છે. જેને જોઈને વનપ્લસ 6T સ્માર્ટફોનની લોન્ચિંગને આગળ વધારી દેવામાં આવી છે.

CEO Pete Lauએ પોતાના બ્લોગમાં લખ્યુ, ‘છેલ્લા 24 કલાકમાં ઘણું બધુ બદલાયુ છે. 8 ઓક્ટોબરે જ્યારે આપણે વનપ્લસ 6Tની લોન્ચિંગની જાહેરાત કરી હતી, તો અમે નક્કી કર્યુ હતું કે આપણી ઈવેન્ટમાં મોટાભાગના લોકો આવે. પરંતુ એપલની ઈવેન્ટ પણ સાથે હોવાની સાથે અમે તારીખમાં ફેરફાર કર્યો છે.’

આ સિવાય કંપનીએ એમ પણ કહ્યું કે જે લોકોએ ઈવેન્ટની ટીકિટ ખરીદી છે અને હવે 29 ઓક્ટોબરે આવી ના શકવાના હોય તેઓ ફૂલ રિફન્ડ માટે અરજી કરી શકે છે. ત્યારબાદ તેમને પૂરા પૈસા પાછા મળશે. સાથે જ વનપ્લસે આ વાતની પુષ્ટિ કરી છે કે તારીખમાં આ ફેરફાર ફક્ત અમેરિકાની ઈવેન્ટ માટે કરવામાં આવ્યો છે. ભારતમાં વનપ્લસ 6T સ્માર્ટફોન 30 ઓક્ટોબરે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ કોમ્પલેક્સમાં જ લોન્ચ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter