OnePlus 6Tને નો-કૉસ્ટ ઈએમઆઈ પર ખરીદવાની સુવર્ણ તક

OnePlus 6T ભારતના સૌથી સફળ સ્માર્ટફોનમાંથી એક છે. લૉન્ચની સાથે જ આ સ્માર્ટફોને સારું વેચાણ કર્યુ છે. પોતાના સ્માર્ટફોનને મળેલા આ રિસ્પોન્સથી કંપની ઘણી ખુશ છે અને કંપની ગ્રાહકોને પોતાના અંદાજમાં આભાર કહેવા ઈચ્છી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વનપ્લસ અને એમેઝોનની પાર્ટનરશિપને 4 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

બંને કંપનીઓ આ ભાગીદારીને સેલિબ્રેટ કરીને પોતાના ગ્રાહકોને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે ઘણી સારી ઑફર આપી રહી છે. જેમાં ગ્રાહકોને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે વનપ્લસ 6ટીની ખરીદી પર એક સ્પેશિયલ ગિફ્ટ પણ અપાઈ રહ્યું છે.

કંપનીએ આ ઑફર સિવાય ગ્રાહકોની સરળતા માટે વનપ્લસ 6ટી સ્માર્ટફોનને આકર્ષક નો-કૉસ્ટ ઈએમઆઈ પર આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ ઑફરનો લાભ લેવા માટે ગ્રાહકોને 6670 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. જો કિંમતની વાત કરીએ તો વનપ્લસ 6ટીના જીબી રેમ+128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 37,999 રૂપિયા અને 8જીબી રેમ+128 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 41,999 રૂપિયા છે. જો વાત વનપ્લસ 6ટીના 8જીબી રેમ અને 256 જીબીવાળા હાઈ એન્ડ વેરિએન્ટની કરીએ તો તેની કિંમત 45,999 રૂપિયા છે.

જ્યાં સુધી ફીચર્સની વાત છે તો વનપ્લસ 6ટીમાં 1080*2340 પિક્સલની સાથે 6.41 ઈંચનું ફૂલ એચડી+ઑપ્ટિક AMOLED ડિસ્પ્લે મળશે, જેનો આસ્પેક્ટ રેશિયો 10:5:9 છે. એન્ડ્રૉઇડ 9.0 પાઈ પર ચાલનારા આ ફોનમાં તમને ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 SoC પ્રોસેસર મળશે જે અડ્રીનો 630 જીપીયુની સાથે કામ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 16 મેગાપિક્સલ+ 20 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે અને સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સલનો શૂટર હાજર છે. ફોનમાં તમને 3700 mAhની બેટરી મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter