GSTV
Home » News » Paytm માં KYC કરાવવાના ચક્કરમાં લાગી શકે છે લાખોનો ચૂનો, તળિયાઝાટક થઈ જશે અકાઉન્ટ

Paytm માં KYC કરાવવાના ચક્કરમાં લાગી શકે છે લાખોનો ચૂનો, તળિયાઝાટક થઈ જશે અકાઉન્ટ

નેટફ્લિક્સની સીરીઝ ‘જામતાડા’ આજકાલ બહુ ચર્ચામાં છે. દેશભરમાં અગણિત ઓનલાઇન ફ્રોડના તાર ઝારખંડના જામતાડા જિલ્લા સાથે જોડાયેલા છે. આ સીરીઝ આવી જ કેટલીક સાચી હકીકતો પર આધારિત છે. આવી ફિલ્મો અને બેંકિંગ અને નાણાકિય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતાં જાગૃતિ અભિયાનોના કારણે લોકો ઓનલાઇન ફ્રોડ પ્રત્યે સજાગ બન્યાં છે, પરંતુ આવાં ફ્રોડ હજી અટકતાં નથી. ફ્રોડ કરનારા લોકો નવી-નવી રીતો શોધી લોકોને ચૂનો લગાવતા રહે છે.

આવા મેસેજ થઈ જાય તો થઈ જાઓ સાવધાન

પેટીએમ અને અન્ય નાણાકિય સંસ્થાઓ વારંવાર એમ કહી ચૂક્યાં છે કે, સંદિગ્ધ ફોન કૉલ્સ કે મેસેજથી સાવધાન રહેવું. પરંતુ મેસેજ મોકલનારા પણ એટલા હોશિયાર બનતા જાય છે કે, તેમના નકલી મેસેજને અસલી બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. આ છે તેનું ઉદાહરણ…

તેમાં મોકલનારની જગ્યાએ કોઇ અજાણ્યો નંબર નહીં, પરંતુ BP-PTMKYC લખ્યું છે. એક નજરે જોતાં કોઇને પણ એમજ લાગશે કે, પેટીએમ તરફથી આ મેસેજ આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તમારું કેવાયસી એક્સપાયર થવાનું છે અને 24 કલાકમાં ખાતુ બ્લોક થઈ જશે. મેસેજમાં એક મોબાઇલ નંબર પણ આપેલો છે, જેના પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

આ રીતે લગાવવામાં આવે છે ચૂનો

પેટીએમ કેવાયસી ફ્રોડનો શિકાર થઈ ચૂકેલ એક વ્યક્તિએ ગયા મહિને જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તેને આવો જ એક મેસેજ અજાણ્યા નંબર પરથી મળ્યો હતો. પીડિતે મેસેજમાં જણાવેલ નંબરનો સંપર્ક કર્યો તો, સામેની વ્યક્તિએ પીડિતને પોતાના ફોન પર ‘ટીમ વ્યૂવર એપ’ ડાઉન લોડ કરવાનું કહ્યું અને પેટીએમ અકાઉન્ટથી કોઇપણ નંબર પર એક રૂપિયો મોકલવાનું કહ્યું. આ દરમિયાન એ દગાખોર વ્યક્તિએ પીડિતના પેટીએમનું આઈડી અને પાસવર્ડ જાણી લીધો અને કોલ કપાય એ પહેલાં પીડિતના ખાતામાંથી 1.72 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

શું કહ્યું કંપનીએ?

કંપનીનું કહેવું છે કે, તેઓ કોઇપણ ગ્રાહકને આવા મેસેજ મોકલતા નથી. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે, આવા મેસેજના ચક્કરમાં ન ફસાઓ. તેમની એક સાઇબર સિક્યોરિટી ટીમ પણ છે, જે આવા કેસ આવે ત્યારે તેની તપાસ કરે છે અને ફ્રોડ પકડાઇ જાય તો એક્શન લે છે.

Read also:

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!