GSTV
Home » News » એક વર્ષ પહેલાં 23મેએ જ સાથે દેખાયા હતા વિપક્ષી દિગ્ગજો, આજે છે ખરાબ હાલત

એક વર્ષ પહેલાં 23મેએ જ સાથે દેખાયા હતા વિપક્ષી દિગ્ગજો, આજે છે ખરાબ હાલત

23 મે 2018 એક્ઝેટ એક વર્ષ પહેલાં આજ દિવસે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસે મળીને સરકાર બનાવી હતી. CM HD કુમાર સ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ઘણા દિગ્ગજ નેતા સામેલ હતા.

આ નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, BSP સુપ્રીમો માયાવતી, TMC ચીફ મમતા બેનર્જી, SP અધ્યક્ષ અખિલેશ યાદવ, NCP ચીફ શરદ પવાર, RJD નેતા તેજસ્વી યાદવ, ડાબી બાજુથી સીતારામ યેચુરી અને ડી રાજા, RLDથી અજીત સિંહ અને જયંત સિંહ સિવાય વી નારાયણસામી સામેલ હતા. જોકે, આજના ચૂંટણી પરિણામોમાં આ બધાજ નેતાઓની ખરાબ રીતે હાર થઈ છે.

કોંગ્રેસ

2014માં 44 સીટો મેળવનારી કોંગ્રેસનું 2019માં બહુજ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. હાલમાં કોંગ્રેસ 51 સીટો ઉપર આગળ ચાલી રહી છે. પરંતુ અધ્યક્ષ રાહુલ ગાંધી વારસાગત સીટ ઉપર હારી ગયા છે. રાજસ્થાન, MP અને છત્તીસગઢ જ્યાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સારુ પ્રદર્શન હતુ, ત્યાં જ તેના સૂપડા સાફ થઈ ગયા છે.

બસપા

બહુજન સમાજ પાર્ટીએ UPમાં 2014માં ભલે સારુ પ્રદર્શન કર્યુ હોય, પરંતુ સપા સાથે ગઠબંધન થયા બાદ પણ ફક્ત 13 જ સીટો ઉપર લીડ કરવું બહુજ નિરાશાજનક છે. UPમાં મહાગઠબંધને લાખો દાવા કર્યા હોય, તો પણ હવે તે ફક્ત 20 સીટો પુરતી સીમિત રહી ગઈ છે. આ પરિણામથી માયાવતીનું PM બનવાનાં સપના ઉપર પાણી ફરી વળ્યું છે. તો સાથે જ UPના લગભગ 20% જ વોટર્સ બસપા સાથે ઉભા છે તેની ઉપર પણ સવાલો ઉભા થયા છે.

સપા

આ ચૂંટણી UP માં યાદવ રાજનીતિ માટે પડકારની જેમ હતા. પરિણામો મુજબ 2014 કરતા સારુ પ્રદર્શન કર્યુ હોય તેમ લાગે છે. પરંતુ બસપા સાથે ગઠબંધન બાદ જે આશા કરાઈ હતી તે જોવા નથી મળી. 37 સીટો પર મેદાનમાં ઉતરનારી સપા ફક્ત 7 સીટોમાં જ સમેટાઈ ગઈ હતી.

આરજેડી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારા પ્રદર્શનથી બધાને ચોંકાવનારા તેજસ્વી યાદવનું  લોકસભા ચૂંટણી 2019માં ખરાબ પ્રદર્શન રહ્યુ છે. બિહારમાં મહાગઠબંધનનું નિરાશાજનક પ્રદર્શન રહ્યુ છે. RJD અને કોંગ્રેસ બંનેને માત્ર 1 જ સીટ ઉપર લીડ કરી રહ્યા છે.

આરએલડી

UPના મહાગઠબંધનમાં પાર્ટનર 3 સીટોમાંથી મેદાનમાં ઉતરેલી રાષ્ટ્રીય લોકદળની રાજનીતિ ઉપર લોકસભા ચૂંટણી 2019 ખરાબ સમાચાર લઈને આવી છે. અહીં આરજેડી તેની બધી જ સીટો હારી છે.

NCP

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ NCPએ 4 અને કોંગ્રેસે 2 સીટો ઉપર જીત નોંધાવી હતી. ગઠબંધનની કવાયતમાં સામેલ થાય બાદ પણ એનસીપીને મહારાષ્ટ્રમાં કોઈ ફાયદો થતો દેખાતો નથી. એનસીપી આ વખતે પણ 4  અને કોંગ્રેસ 1 સીટથી લીડ કરે છે.

જેડીએસ

કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસનાં ગઠબંધનને ઝાટકો લાગ્યો છે. સરકારમાં હોવા છતાં જેડીએસ 1 અને કોંગ્રેસ 2 સીટો ઉપર આગળ ચાલી રહ્યા છે.

લેફ્ટ

લેફ્ટ પાર્ટીઓ માટે આ ચૂંટણી ખરાબ પરિણામ લઈને આવી છે. પશ્વિમ બંગાળમાં લેફ્ટ બધી જ સીટો ઉપર હારતી દેખાઈ રહી છે. જ્યારે કેરળથી પણ કોંગ્રેસ ગઠબંધનનો સફાયો થયો છે. કેરળમાં લેફ્ટ ફક્ત 1 જ સીટમાં લીડ કરી રહી છે.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!