GSTV
Home » News » વો ભી અન્ના થે..! લોકપાલ માટે આંદોલન ચલાવનારા અન્ના માટે આવા મેસેજ થયા વાયરલ

વો ભી અન્ના થે..! લોકપાલ માટે આંદોલન ચલાવનારા અન્ના માટે આવા મેસેજ થયા વાયરલ

અન્ના હજારેનાં નામથી ભાગ્યે જ કોઈ માણસ પરિચિત નહીં હોય, કારણકે 2014ની લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારને હરાવવામાં અને ભાજપને જીતાડવામાં અન્નાના આંદોલને ઘણી મદદ કરી હતી. અન્ના હજારેને ગાંધીવાદી નેતા માનવામાં આવે છે. 2013 માં તેઓએ કોંગ્રેસની યુપીએ સરકારના વિરોધમાં નવી દિલ્હીમાં લાંબી ભૂખ હડતાળનું આંદોલન ચલાવ્યું હતું. તેમજ કેન્દ્રમાં ત્રણ લોકપાલની માગણી પણ કરી હતી.

આંદોલનમાંથી જ કેજરીવાલનો જન્મ થયો

ભ્રષ્ટાચાર વિરુદ્ધની તેમની આ લડાઈમાં અન્નાની સાથે હાલના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ સામેલ હતા. આ આંદોલનમાંથી જ કેજરીવાલનો રાજકીય જન્મ થયો હતો. ભૂતકાળમાં પણ ખેડૂતોના પ્રશ્ને અન્નાએ આંદોલન કર્યા હતા અને ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. પરંતુ 2014 પછી દેશભરમાં જાણે કોઈ પણ સમસ્યા જ ન હોય તેવું વાતાવરણ સર્જાયું છે.

લોકપાલ મામલે અન્ના ચૂપ

અન્ના હજારે હાલમાં ક્યાં છે તેની કોઈને ખબર નથી. એક સમયે ભ્રષ્ટાચાર અને કાળાનાણા સામે આંદોલન ચલાવનારા અન્ના હજારે હવે આ મુદ્દે એક શબ્દ સુદ્ધા પણ બોલતા નથી. જોકે લોકસભાની 2019ની ચૂંટણી પહેલા તેઓએ નવી દિલ્હીમાં લોકપાલની માગણી સાથે દેખાવ પૂરતું આંદોલન કર્યું હતું પરંતુ 8 દિવસની હડતાલ બાદ તેઓએ કેન્દ્રની ખાતરી મળતા આંદોલન સમેટી લીધું હતું.

સોશ્યલ મીડિયામાં અન્ના વિશે મેસેજ વાયરલ

નવી સરકારમાં પણ લોકપાલની નિમણૂક થઇ નથી. તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ ખૂબ જ વધી ગયા છે. લાખો કરોડો રૂપિયાનું કાળું નાણું હજુ પકડી શકાયું નથી આમ છતાં અન્ના હજારે હવે કોઈપણ પ્રકારનું આંદોલન કરતા નથી. આ બાબતેને લઈને સોશિયલ મીડિયા પર અન્ના હજારેના સંદર્ભમાં જાતજાતની કોમેન્ટ થઈ રહી છે.

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવું લખે છે કે અન્ના હજારે હવે ભૂતકાળ બની ગયા છે એક સમયે યુપીએની સરકાર વખતે ત્રણ-ત્રણ લોકપાલ નીમવાની માગણી કરી રહેલા અન્ના હજારે અત્યારે કેન્દ્રમાં એક લોકપાલ પણ નિમવાની માગણી કરી રહ્યા નથી. અન્ના હજારે આરામમાં હોય અને લોકોને મળતા ના હોય એ રીતનો તેમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે.

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!