GSTV
Gujarat Government Advertisement

આ તારીખ સુધી પતાવી લો બેન્કના કામ, આ મહિને છે તહેવારોની ભરમાર

Last Updated on June 6, 2019 by Arohi

જુન મહિનામાં ભરપુર તહેવારો હોવાથી કેટલાક દિવસ બેંકો બંધ રહેશે તો બીજી તરફ બેંક ખાતેદારોને આ રજા અંગે માહિતી હોવી જરૂરી છે, કેમ કે ઘણા એવા તહેવારો છે જેમના વિશે બેંક ખાતેદારો અજાણ હોઈ છે અને તેઓ અચાનક બેંકમાં પહોંચી જાય છે. આ મહિનામાં વેપારીઓને પણ બેંકમાં લેવડ-દેવડ બાબતે મુશ્કેલીઓને સામનો કરવો પડશે. આ મહિને બેંકોમાં મોટા પ્રમાણમાં રજાઓ રહેશે. RBIની વેબસાઇટ પરથી મળતી જાણકારી પ્રમાણે જુનમાં બેંક 6 દિવસ બંધ રહેશે. આ 6 રજામાં અલગ અલગ રાજ્યમાં તહેવારોની રજા સામેલ છે.

આ દિવસે બેંકો રહેશે બંધ

  • 6 જુને મહારાણા પ્રતાપ જયંતી હોવાથી આ દિવસે હિમાચલ પ્રદેશમાં બેંક બંધ રહેશે.
  • 8 જુને બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
  • 15 જુને રાજા સંક્રાંતિ હોવાથી ઓડિશામાં બેંકો બંધ રહેશે.
  • 15 જુને વાઇએમએ ડે છે, જેથી મિજોરમમાં બેંકો બંધ રહેશે.
  • 17 જુને સાગા દાવા હોવાથી સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 22 જુને ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
IDBI Bank alert

બેંકોની રજા અને તહેવારો

  • રેમના ની : મિજોરમમાં મુખ્ય તહેવાર તરીકે રેમના ની મનાવવામાં આવે છે. 30 જુન 1986એ કેન્દ્ર સરકાર અને પૂર્વ ભુમિગત મિજો નેશનલ ફ્રંટ વચ્ચે મિજોરમ શાંતિ સમજોતા પર હસ્તાક્ષર થયા હતા, ત્યારથી દર વર્ષે મિજોરમમાં તેની વર્ષગાંઠ મનાવવામાં આવે છે.
  • પહીલી રાજા : આ તહેવાર મુખ્યરૂપથી ઓડિશામાં મનાવવામાં આવે છે. આ દિવસે ઓડિશોમાં તમામ બેંકોમાં રજા રહે છે.
  • ગુરુ અરજન દેવ શહીદી દિવસ : સીખ સમુદાયના લોકો આ દિવસે ગુરુદ્વારોમાં જાય છે, આ દિવસે ગુરુદ્વારોમાં કીર્તન થાય છે, ત્યારબાદ લંગરનું આયોજન કરવામાં આવે છે.
  • સંત ગુરુ કબીર જયંતી : સંત કબીર દાસ દેશના મહાન સંતોમાંથી એક હતા, કબીર જયંતીના દિવસે રાજ્યમાં બેંકોમાં રજા રાખવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Harshad Patel

કાળો કહેર / દેશમાં કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા 750થી પણ વધુ ડૉક્ટરો, સૌથી વધારે મોત આ રાજ્યમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!