GSTV

રૂ.34 રૂપિયાની થશે ગુટખા અને રૂ.25માં વેચાશે સિગારેટ

Last Updated on June 13, 2017 by

1 જૂલાઇથી દેશભરમાં લાગૂ થનારા GSTથી સિગરેટ-ગૂટખાનું સેવન મોંઘુ થઇ જશે. 1 જૂલાઇથી એક સિગરેટની કિંમત 8 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધી પહોંચી જશે, જ્યારે 10 રૂપિયાના ગુટખાની કિંમત 34 રૂપિયા થઇ જશે.

GSTમાં દરેક પ્રકારના તંબાકૂ ઉત્પાદનો પર 28% ટેક્સની સાથે સાથે સેસ પણ લાગશે. સેસનો દર સિગરેટ પર 5થી લઇને 60% સુધી લાગશે. જ્યારે ગૂટખા પર 20.40 રૂપિયાનવા દરથી અતિરિક્ત સેસ લાગશે. તેથી સિગરેટ-ગૂટખા સેવન કરનારને ખૂબ જ મોંઘું પડી જશે. સરકારની ઇચ્છા છે કે આ ઉત્પાદનોનો લોકો ઓછામાં ઓછો ઉપયોગ કરે, તે માટે તેના પર આ દર લગાવવામાં આવ્યા છે.

એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ભારતમાં તંબાકૂનું સેવન કરનારા લોકોમાં 33%નો ઘટાડો થયો છે. તે સિવાય 55% લોકો તેનું સેવન છોડવાની તૈયારી કરી રહ્યા છે.

ભારતમાં ગ્લોબલ એડલ્ટ ટોબૈકો સર્વેને ઓગ્સ્ટ 2016થી ફેબ્રુઆરી 2017ની વચ્ચે કરવામાં આવ્યો હતો. જેના અનુસાર સિગરેટ અને ગૂટખાના પેકેટ પર રહેલા પિક્ચર વૉર્નિંગની અસર પડી રહી છે. 15થી 17 વર્ષના લોકોમાંથી  54% બાળકો તેને છોડવા માટે વિચારી રહ્યા છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!