GSTV
Home » News » જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં બધુ જ અનિશ્વિત છે. આ જ કારણે આપણે કિસ્મતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. નવા વર્ષમાં ભાગ્યનો સાથ મેળવવા દુનિયાભરમાં અનેક ઉપાય કરવામાં આવે છે. જો તમે પણ કોઇ રિસ્ક લેવા ન માગતા હોય તો સૌભાગ્ય માટે અપનાવો આ સરળ ઉપાય.

તિજોરી ખાલી ન રાખો

નવા વર્ષે તમારા ઘરની તિજોરી ખાલી ન હોવી જોઇએ. વૉલેટ અથવા પર્સમાં પણ રોકડ જરૂર રાથો. તેનાથી આખુ વર્ષ આર્થિક તંગી નહી રહે.

કચરો બહાર ફેંકી દો

નવા વર્ષે ઘરનો કોઇ સામાન બહાર ન ફેંકો. સફાઇ કરીને નવા વર્ષ પહેલાં જ બધો કચરો બહાર ફેંકી દો. નવા વર્ષે સફાઇ ન કરો. નવા વર્ષે પહેલાં ઘરના દરેક ખૂણાને સરખી રીતે સાફ કરી લો.

સકારાત્મક રહો

નવા વર્ષની શરૂઆતમાં જો તમે કોઇ વાતથી દુખી હોય તો રડશો નહી. તેનાથી આખા વર્ષની તમારી ખુશી પર ગ્રહણ લાગી શકે છે. શરૂઆત સકારાત્મક રહેશે તો તમે આખુ વર્ષ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. ઘરમાં રોશની રાખો.

વસ્તુ ન તૂટે તેનું ધ્યાન રાખો

નવા વર્ષમાં એકવાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇપણ વસ્તુ તૂટે નહી. તેનાથી દુર્ભાગ્ય આવે છે. આ દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરો.

ઉધાર આપશો નહી કે લેશો નહી

નવા વર્ષે ઉધાર આપશો પણ નહી અને લેશો પણ નહી. નહી તો આખુ વર્ષ તમારા હાથમાંથી પૈસા બહાર જતાં રહેશે. ઘરની અન્ય કિંમતી વસ્તુઓ પર પણ આ જ વાત લાગુ થાય છે.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!