GSTV
Baroda Crime Surat Trending ગુજરાત

ગ્રીષ્મા બાદ તૃષા : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કોલેજિયન છોકરીની હત્યા કરી દીધી, ગુજરાતમાં બીજો બનાવ

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્મા વેકરિયાની ગળુ કાપીને કરી નાંખેલી હત્યાના પ્રત્યાઘાત હજુ શમ્યા નથી ત્યારે હવે વડોદરામાં પણ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની ઘાતકી હત્યા કરતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરાના ધનિયાવી ગામની સીમમાં રાત્રે એક હાથ કપાયેલી હાલતમાં તૃષા સોલંકી નામની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો છે.

મહિલા

પોલીસે તુરંત સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ તૃષાને મોતને ઘાટ ઉતારનાર આરોપી કલ્પેશ ઠાકોરને ઝડપી લીધો છે. આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી. ગત રોજ કલ્પેશે તૃષાને બોલાવી ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજાર પાળિયાના 10થી વધુ ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી હતી. એક તરફી પ્રેમમાં પાગલ કલ્પેશે અગાઉ પણ ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

કલ્પેશ તૃષાને વારંવાર ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો. ગત રોજ પણ કલ્પેશે જો તૃષા મળવા નહીં આવે તો પોતે આપઘાત કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આથી તૃષા તેને મળવા પહોંચી પરંતુ આવેશમાં આવેલા કલ્પેશે તૃષાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. મહત્વનું છે કે એસ.વાય.માં ભણતી તૃષાએ પોલીસની ફિઝિકલ પરીક્ષા પાસ પણ કરી લીધી હતી અને હવે તે લેખિત પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

READ ALSO:

Related posts

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

Damini Patel
GSTV