ચીની ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ વન પ્લસે 7મી ફેબ્રુઆરીના રોજ ક્લાઉડ 11 ઈવેન્ટ દરમિયાન સત્તાવાર રૂપે તેના પેડને રજૂ કરશે. લોન્ચ પહેલા વન પ્લસે એક ટિઝર વીડિયો જારી કર્યું છે. જેમાં રિલીઝ થનારા ટેબલેટની ડિઝાઈનને દર્શાવવામાં આવી છે. વન પ્લસ પેડમાં મેગ્નેટિક કી-બોર્ડ અને સ્ટાઈલિશ ફિચર હોવની પુષ્ટિ કરવામાં આવી છે. જાણીતા ટિપસ્ટરે ટેબલેટની એક કથિત તસ્વીર પણ જારી કરી છે.

વીડિયોમાં વન પ્લસએ વન પ્લસ પેડની ડિઝાઇન જાહેર કરી છે. ટીઝર મેચિંગ મેગ્નેટિક કીબોર્ડ અને સ્ટાઈલસના સમાવેશની પુષ્ટિ કરે છે. ટીઝરમાં વન પ્લસ બ્રાન્ડિંગ સાથે લીલા રંગમાં ટેબલેટ જોઈ શકાય છે. જોકે જ્યારે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે, ત્યારે ઉપકરણમાં રંગના વધુ વિકલ્પો જોવા મળી શકે છે. તે LED ફ્લેશ સાથે સિંગલ રીઅર કેમેરા મોડ્યુલને સપોર્ટ કરતું જોવા મળી શકે છે.
11.6 ઈંચની ડિસ્પ્લે
અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે વન પ્લસમાં 11.6 ઈંચની ડિસપ્લે હશે. આમાં 6જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. આ ડિવાઈસની કિંમત 2999 યુઆન એટલે કે 34 હજાર રૂપિયાની આસપાસ છે.
Also Read
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ