ભારતમાં સૌપ્રથમવાર આવશે 10GB RAM વાળો સ્માર્ટફોન, આ કંપની કરશે લૉન્ચ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus પોતાના ધાંસૂ સ્માર્ટફોવ વનપ્લસ 6Tને એક નવા અવતારમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ કંપનીએ OnePlus 6Tનો એક સ્પેશિયલ એડિશન લૉન્ચ કર્યો હતો. જે થન્ડર બ્લુ કલરનો છે અને જેનો લુક ખુબજ શાનદાર છે.

કંપનીએ One Plus 6T McLaren એડિશનનો ટીઝર જાહેર કરેલ છે. રિપોર્ટ અનુસાર OnePlus 6Tના McLaren એડિશનમાં 10GB રેમ હશે. એટલેકે ભારતીય માર્કેટમાં બજારમાં પહેલીવાર કોઈ કંપની 10GB રેમવાળો સ્માર્ટફોન લૉન્ચ કરશે.


વન પ્લસ પહેલા પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન સ્પેશિયલ એડિશન લૉન્ચ કરે છે. આ પહેલા OnePlus 6 પછી સ્ટાર્સ વોર્સ એડિશન લૉન્ચ કરવામાં આવેલ છે. આ સિવાય કંપનીએ એવેન્જર્સ એડિશનમાં માર્વેલની સાથે પાર્ટનરશિપ કરી હતી.

રિપોર્ટ્સ અનુસાર OnePlus 6T McLaren એડિશન 11 ડિસેમ્બરે લંડનમાં લૉન્ચ કરશે, જ્યારે મુંબઈમાં 12 ડિસેમ્બરે રજૂ કરાશે. કંપનીએ આ માટે માઈક્રોસાઈટ બનાવેલ છે જેમાં McLarenની હિસ્ટ્રી જોવા મળશે. કંપનીએ ટ્વીટ કરીને તેનું નામ McLaren F1 એડિશન છે તેમ જણાવ્યુ છે. તેની ટેગલાઈન Salute to speed છે. એટલેકે આ સ્માર્ટફોનમાં હાર્ડવેર મેરેમથી વધારે કેટલાક ફેરફાર આપવામાં આવેલ છે.

OnePlus 6Tના સ્પેસિફિકેશન્સ

ડ્યુઅલ સિમ સપોર્ટવાળો OnePlus 6T એન્ડ્રોઈડ 9.0 પાઈ બેસ્ડ OxygenOS પર ચાલે છે. તેમાં 19.5:9ના રેશિયો સાથે 6.41-ઈચ ફુલ HD+ (1080×2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવેલ છે. આ ડિસ્પ્લેમાં પ્રોટેક્શન માટે કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 6 લગાવવામાં આવેલ છે.


તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ અને થ્રી ઈન વન એમ્બીયન્ટ લાઈટ સેન્સર પણ હાજર છે. OnePlus 6Tમાં 6GB અને 8GB LPDDR4X રેમ સાથે ઓક્ટોકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનની ખાસ વાત તેમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવેલ છે.

તેના ફેસઅનલોક ફીચરની વાત કરીએતો કંપનીનો દાવો છે કે આ ફોનમાં 0.4 અનલોક આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં 128GB અને 256GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને કાર્ડની મદદથી વધારી શકાશે. કનેક્ટીવિટીની વાત કરીએતો તેમાં 4G VoLTE, Wi-Fi 802ac, બ્લૂટૂથ v5.0, NFC, GPS/ A-GPS અને એક USB ટાઈપ C (v2.0) સપોર્ટ હાજર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter