ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર, એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં, શોધાઈ નવી જાત

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર  સાબિત થય છે.

આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ  છે. આ જાત પાકમાં આવતા રોગ સામે ખુદ લદવા માટે સક્ષમ છે. આ પ્રકારના ટામેટાનુ વાવેતર કરવાથી અન્ય જાતના ટામેટાના વાવેતરમાં થતા ખર્ચથી 10 ટકા અંદાજે ઓછો ખર્ચ થાય છે.

કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે 35 ટન છે, જ્યારે આ નવી જાતના ટામેટાનુ ઉત્પાદન પ્રતિ હેક્ટર 190 ટન સુધી થયુ છે. એક ટામેટુ સરેરાશ 75 થી 80 ગ્રામનુ હોય છે. તેની ખેતી ખરીફ અને રવી સીઝનમાં કરી  શકાય છે. તેનો પાક 140-150 દિવસમાં તૈયાર થઈ જાય છે.તમે આ નવા જાતના બીજને IIHR પાસેથી સીધા મંગાવી શકો છે   

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter