GSTV

મોદીના ડ્રીમ પ્રોજેક્ટને ગુજરાતમાં ઝટકો, બુલેટ ટ્રેન બાદ હવે રોરો ફેરી સંકટમાં

Last Updated on December 3, 2019 by Bansari

ખોટનો સામનો કરી રહેલ રોરો ફેરી સંચાલકો દ્વારા બે વેસલ પૈકી એક વેસલ વેચવા કાઢવામાં આવ્યું છે. રો રો સંચાલકો પાસે વોયેજ સીમફની અને  આઇલેડ જેડ નામના બે વેસલ છે. જેમાંથી આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું છે.

આ વેસલમાં 2017 માં નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી પ્રથમ ફેજનું રોરો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ વેસલ વેચવા કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે દરિયામાં પૂરતો ડ્રાફ્ટ ન મળવાથી બંને વેસલ સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે સરકારના અડિંગાના ભય વચ્ચે રૂપાણી સરકારને પણ મોદી એક દિવસ ઝાટકશે

દેશના સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ હાલ ચાલી રહ્યું છે. જો કે  જમીન સંપાદનની સમય મર્યાદા કરતા ખૂબ ધીમી ગતિથી કામ થાય છે. રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે હજી સુધી માત્ર ૫૮ ટકા જેટલી જમીન સંપાદન થઇ છે. સૌથી વધારે ખેડા જિલ્લામાં સંપાદનની  કામગીરી પૂર્ણ કરાઇ છે જ્યારે નવસારી જિલ્લામાં હજી સુધી જમીનનો એક પણ પ્લોટ પ્રાપ્ત થયો નથી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે અને તે માટે જાપાન સાથે સહયોગ કરવામાં આવ્યો છે.  આ પ્રોજેક્ટ સાકાર કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા  સૌપ્રથમ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષ ઉપરાંતથી જમીન સંપાદનનું કામ ચાલે છે પરંતુ હજી સુધી તે પૂર્ણ થઇ શક્યું નથી જેના કારણે આ  પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમય કરતા મોડો શરૃ થવાની ધારણા છે. જમીન સંપાદન માટે કેન્દ્ર સરકારનું રાજ્ય સરકાર પર  ખૂબ દબાણ હોવા છતાં આ કાર્ય ઝડપથી પૂર્ણ થઇ શક્યું નથી.

ગુજરાતના આઠ જિલ્લામાંથી  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઇ રહી છે  આ જિલ્લામાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. જો કે નવસારી જિલ્લામાંથી જમીનનો એક ટુકડો પણ  રાજ્ય સરકાર મેળવી શકી નથી. આ જિલ્લામાં ૧૦૬ હેક્ટર જેટલી જમીનમાં કુલ   ૮૯૫ પ્લોટનું સંપાદન કરવાનું છે પરંતુ હજી સુધી આ પ્લોટ મેળવવા સરકારને કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી.

સૌથી વધારે સુરત જિલ્લામાંથી જમીન સંપાદન થવાની છે જ્યારે સૌથી ઓછી આણંદ જિલ્લામાંથી  ખેડૂતો  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન ગુમાવશે. સમગ્ર રાજ્યમાં કુલ ૭૨૬.૫૭ હેક્ટર જમીન સંપાદન થવાની છે તે પૈકી હજી સુધી માત્ર ૩૫૯.૮૭ હેક્ટર જમીન મેળવી શકાઇ છે.  આ પ્રોજેક્ટ માટે હજી ૪૨ ટકા જમીન સંપાદન કરવાની બાકી છે.       

Read Also

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari

ચીનને પડશે ભારે / આ ટાપુ પર બની રહ્યું છે, ભારતીય નૌકાદળનું ગુપ્ત મથક, હિન્દ મહાસાગર પર કરશે રાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!