GSTV
Home » News » ‘અત્યાર સુધીનું સૌથી બદતર પ્રદર્શન’ ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ છે કેપ્ટન રોહિત

‘અત્યાર સુધીનું સૌથી બદતર પ્રદર્શન’ ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ છે કેપ્ટન રોહિત

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહેલા રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ચોથી  વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 8 વિકેટથી હાર પછી ટીમ ઇન્ડિયાના પોતાના સાતમા સૌથી ઓછા સ્કોર પર  ઓલઆઉટ થવા પર ‘લાંબા સમયનું સૌથી ખરાબ’ પ્રદર્શન ગણાવ્યુ છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા 30.5 ઓવરમાં 92 રને ઓલઆઉટ થઇ ગઇ.

રોહિત શર્માએ પોતાની 200મી એકદિવસીય ઇન્ટરનેશનલ મેચમાં મળેલી હાર પછી કહ્યુ કે, ”લાંબા સમય પછી સૌથી ખરાબ પરફૉર્મન્સ . ન્યૂઝીલેન્ડના બૉલરને શ્રેય આપવો જોઇએ, આ તેમનું સૌથી સારું પરફૉર્મન્સ છે.” આ ગ્રાઉન્ડ પર ટીમનો કોઇપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા પણ આ ગ્રાઉન્ડમાં ટીમ ઇન્ડિયા 122 રને ઑલઆઉટ થઇ ગયુ હતુ.

રોહિત શર્માએ આગળ કહ્યુ કે, ”અમારા માટે આ શીખ છે. ક્યારેક-ક્યારેક તમારે દબાણ નિયત્રિંત કરવાની જરૂર પડે છે. આ માટે અમારે પોતાને જ દોષી ગણવા પડશે. એક વખત ક્રીઝ પર રહ્યા પછી તમામ બાબતો સરળ લાગવા લાગે છે. અમે ખરાબ શૉટ પણ રમ્યા, બૉલ જ્યારે સ્વિંગ કરી રહી હતી ત્યારે તે હંમેશા ચુનૌતીપૂર્ણ રહ્યુ. ગત કેટલીય સીરિઝમાં અમે સારું પરફૉર્મન્સ કરી રહ્યા છીએ. તમામ લોકોને ખબર છે શું ખોટું થયુ છે. એક એવો સમય આવે છે જ્યારે બોલ સ્વિંગ કરે છે અને તેનો સામનો કરવો પડશે. ”

બીજી તરફ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમનસને ટીમ ઇન્ડિયાને 100 રનથી ઓછામાં ઓછા સ્કોર પર રોકવા માટે પોતાના બૉલર્સના વખાણ કર્યા. તેણે કહ્યુ કે, ”અમને આશા ન હતી કે આ રીતે વિકેટો પડી જશે, તેમણે 90 રન પર રોકવું સારું હતુ. બૉલ ઝડપથી આવી રહી અને સાથે જ સ્પિન પણ થઇ રહી હતી. આજે એવો દિવસ હતો જ્યારે બધુ જ ઠીક રહ્યુ.” વિલિયમનસને કહ્યુ કે, ”બૉલર્સને શ્રેય આપવો જોઇએ. અમે હંમેશાથી જલ્દીથી વિકેટ લેવા ઇચ્છીએ છીએ, આમ કરવું સાચી દિશામાં આગળ વધ્યા બરાબર છે.”

જણાવી દઇએ કે ટ્રેન્ટ બોલ્ટ (10 ઓવર, 4 મેડન, 21 રન, 5 વિકેટ) અને કાર્લન ડી ગ્રેંડહોમ (10 ઓવર, 2 મેડન, 26 રન, 3 વિકેટ)ની ઘાતક બોલીંગના કારણે ન્યૂઝીલેન્ડેપાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે ધૂળ ચટાડી છે. આ સાથે જ કીવી ટીમે પાંચ મેચની સીરીઝનું અંતર 1-3 કરી દીધું છે.

Read Also

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!