GSTV
India News Trending

વન નેશન વન રેશન યોજનામાં આજથી આ રાજ્યના કરોડો લોકોને થશે ફાયદો, જાણો કેવી રીતે મળશે લાભ

આજથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ અને લક્ષ્યદ્વીપ વન નેશન વન રાશનકાર્ડ યોજનાનો હિસ્સો બની ગયો છે. આ બંને રાજ્યોને કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના વન નેશન વન રેશન યોજનાની પોર્ટીબિલીટી સેવા સાથે જોડી દેવાયા છે. કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાશવાને આ બાબતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. પાસવાને પોતાના ટ્વિટમાં કહ્યું, આજ 2 વધારે કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ અને લક્ષ્યદ્વીપ પ્રધાનમંત્રી મોદીના કુશળ નેતૃત્ત્વમાં મોદી 2.0 સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાનો હિસ્સો બની ગયા છે. હવે કુલ 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાશનકાર્ડ પોર્ટેબિલીટી ઉપલબ્ધ છે.

દેશમાં કુલ 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાશનકાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા

જણાવી દઈએ કે ગત મહિને જ સરકારે આ મહત્વાકાંક્ષી યોજનામાં મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ કાશ્મિર અને ઉત્તરાખંડને જોડવાનું એલાન કર્યું હતું. હવે દેશમાં કુલ 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાશનકાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. દેશના આ 26 રાજ્યોમાં બહારના રહેનારા લોકોને હવે આ યોજનાના માધ્યમથી પોતાના હિસ્સાનું રાશન લઈ શકશે.

24 રાજ્યોના 65 કરોડથી વધારે લાભાર્થીઓને વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ લાભ મળ્યો

જણાવી દઈએ કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ અત્યાર સુધી 24 રાજ્યોના 65 કરોડથી વધારે લાભાર્થીઓ વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ લાભ મળ્યો છે. અત્યારે 1 સપ્ટેમ્બર 2020થી એમાં બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેનારા બીજા રાજ્યના લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. આ યોજના હેઠળ આપ ક્યાંય પણ રહેતા હોવ. તમને તમારા હિસ્સાનું અનાજ મેળવવાની સુવિધા મળશે. જેનાથી બીજા રાજ્યોમાં કામ કરનારા વ્યક્તિને પણ તેનો લાભ મળી શકશે.

31 માર્ય 2021 સુધીમાં 81 કરોડથી વધારે લાભાર્થીઓને આ યોજના હેઠળ જોડવાનો પ્લાન

દેશમાં 31 માર્ય 2021 સુધીમાં 81 કરોડથી વધારે લાભાર્થીઓને આ યોજના હેઠળ જોડવાનો પ્લાન છે. આ યોજનાથી જોડાયા બાદ દેશની અડધાથી વધારે વસતીના લોકોને આ યોજનાનો લાભ મળે. કેન્દ્ર સરકારના પૂરતા પ્રયાસો છે કે 31 માર્ચ 2021 સુધી દેશના તમામ રાજ્યો વન નેશન વન રેશનકાર્ડ યોજના સાથે જોડી દેવામાં આવે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ આવનારા તમામ 81 કરોડ લાભાર્થીઓને આનો લાભ ફરીથી આસાનીથી મળી શકશે.

હવે રાશનકાર્ડને પણ પોર્ટ કરાવી શકાશે

જે રીતે મોબાઈલ નંબર પોર્ટિબિલીટી કરીએ છીએ. તેમ જ હવે રાશનકાર્ડને પણ પોર્ટ કરાવી શકાશે. મોબાઈલ પોર્ટમાં આપનો નબંર નથી બદલાતો અને આપ દેશભરમાં ઉપયોગ કરી શકો છે. બસ એ જ રીતે રાશનકાર્ડ પોર્ટિબિલીટીમાં તમારો રાશનકાર્ડ નંબર નહીં બદલાય. અર્થાત એક રાજ્યથી બીજા રાજ્યમાં જાઓ છો તો તમારા રાશનકાર્ડનો ઉપયોગ કરીને બીજા રાજ્યમાંથી પણ સરકારી રાશન ખરીદી શકો છો.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan
GSTV