GSTV

મોદી સરકારની આ યોજનામાં દેશના 5 રાજ્યોને મોટી રાહત, મોદી સરકારે આપી આ મંજૂરી

રાશન

મોદી સરકારે પોતાની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રાશન કાર્ડ યોજના પૂર્ણ કરવા માટે મોટું પગલુ ભર્યુ છે. દેશના 5 મોટા રાજ્ય આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ત્રિપુરા અને ગોવાને ભારત સરકારની આ યોજનાને પૂર્ણ કરવામાં સમસ્યા આવી રહી હતી. આ પાંચ રાજ્ય પૈસાના અભાવમાં આ યોજનાને સમયથી પૂર્ણ કરવામાં પાછળ રહી ગયા હતા. મોદી સરકારે હવે આ પાંચ રાજ્યોને સમય પર યોજના પૂર્ણ કરવા માટે વધાર કરડ લેવાની મંજૂરી આપી રહી છે. હવે આ પાંચ રાજ્ય બેન્ક અથવા બજારથી વધુ લોન ઉઠાવી શકે છે. આ પાંચ રાજ્યોને આ યોજનાને પૂર્ણ કરવા માટે લગભગ 1000 કરોડ રૂપિયાની જરૂરિયાત છે.

યોજનાને પૂર્ણ કરવા માટે આ રાજ્ય લઈ શકે છે લોન

જણાવી દઈએ કે, અત્યાર સુધી 26 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજના લાગુ કરી છે. આ 26 રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબીલીટી સુવિધા શરૂ થઈ ગઈ છે. દેશના આ 26 રાજ્યોમાં બહાર રહેતા લોકો પણ આ યોજનાનો પોતાનો હિસ્સો માણી શકશે.આંધ્રપ્રદેશ સહીત આ પાંચ રાજ્યોમાં વસતા લોકો માટે ખુશખબર છે કે આ રાજ્યો પણ ટૂંક સમયમાં આવશે આ યોજના શરૂ થશે.

81 કરોડથી વધારે લોકોને મળશે લાભ

આ યોજનાથી દેશના 81 કરોડથી પણ વધારે લોકોને ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને 2525 કરોડ રૂપિયા, તેલંગણાને 2508 કરોડ, કર્ણાટકને 4509 કરોડ, ગોવાને 223 કરોડ અને ત્રિપુરાને 148 કરોડ મહત્તમ કરજ લેવાની મંજૂરી આપી છે.

વિશેષ પરિસ્થિતિમાં આપશે મંજૂરી

જણાવી દઈએ કે, સામાન્ય સંજોગોમાં કોઈ પણ રાજ્ય પોતાના ઘરેલુ ઉત્પાદન (GDP) ના ત્રણ ટકા સુધી લઈ શકે છે, પરંતુ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ પાંચ રાજ્યોને તેમના જીડીપીના 5 ટકા સુધી લોન આપી છે. લેવાની છૂટ છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!