આ વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીના સમયે નાણમંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી. જે હેઠળ બધા ગરીબ પરિવારોને જેમની પાસે રાશન કાર્ડ છે અને જેમની પાસે નથી. તેમને 5 કિલો ઘઉં/ચોખા પ્રતિ સભ્ય અને 1 કિલો ચણા એપ્રિલથી દર મહીને મફત આપવામાં આવી રહ્યા છે. આ મફત અનાજ રાશન કાર્ડ પર મળનાર અનાજના હાજરના કોટાના વધારે છે. કેટલાક દિવસ બાદ જ પીએમ મોદીએ 30 નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. તેથી જો તમે આ યોજનાનો લાભ અત્યાર સુધી નથી લીધો તો તમારે માટે બચ્યા છે માત્ર 6 દિવસ. તમે આ 6 દિવસની અંદર પોતાના ભાગનું રાશન લઈ શકો છો.

ફ્રીમાં રાશન લેવા માટે બચ્યા છે માત્ર 6 દિવસ
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ‘વન નેશન, વન રાશન કાર્ડ’ સ્કીમ પણ શરૂ કરી દીધી છે. રાશન કાર્ડ આધાર સાથે લિંક ન હોવા પર લાભાર્થી પીડીએસથી સસ્તુ રાશન મળશે નહી. તે માટે તમારે પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડાવવા માટે ગામના ઈ મિત્ર, પટવારી અને ગ્રામ સચિવ અધિકૃત છે. તમે આ બધાની મદદ લઈ શકો છો. તે સિવાય તમે ખુદ ઓનલાઈન પણ આધારને રાશન કાર્ડની સાથે લિંક કરાવી શકો છો.
આ રીતે કરી શકો છો રાશન કાર્ડને આધાર સાથે લિંક
- રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે યૂનિક આઈડેંટિફિકેશન અથોરિટી ઓફ ઈંડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાવ.
- ત્યારબાદ ‘Start Now’ ઓપ્શન પર ક્લિક કરો. તેમાં તમારું આખુ એડ્રેસ ભરો. બધા વિકલ્પોમાંથી ‘Ration Card’ બેનિફિટ ટાઈપને પસંદ કરો.
- ત્યારબાદ રાશન કાર્ડ સ્કીમને પસંદ કરી રાશન કાર્ડ નંબર, આધાર નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જેવી માહિતી ભરો. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલ વન-ટાઈમ પાસવર્ડ (OTP) ને ભરો.
- બાદમાં સ્ક્રીન પર આવેલી પ્રક્રિયાની પૂર્ણ થવાના નોટિફિકેશનને પોસ્ટ કરો.
- અરજી વેરિફિકેશન થયા બાદ રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. 1 જૂનથી 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા લાગુ થઈ ગઈ છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે
જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જૂનના દેશને સંબોધિત કરતા કહ્યું હતુ કે, હવે નવેમ્બર સુધી દેશના લગભગ 80 કરોડ ગરબી લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે. આ યોજનાનો આખઓ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે, પરંતુ અનાજ વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
READ ALSO
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો
- બેન્ક ખાતા બંધ કરાવવા માટે નહિ આપવો પડે ચાર્જ, અપનાવું પડશે આ ઉપાય