GSTV
Gujarat Government Advertisement

વાહ! કોરોના કાળમાં મોદી સરકાર આપી રહી છે 50 હજાર રૂપિયા કમાવાનો મોકો, બસ ઘરે બેઠા કરવાનું છે આ કામ

રૂપિયા

Last Updated on May 18, 2021 by Bansari

મોદી સરકાર હવે તમને 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર જીતવાની તક આપી રહી છે. સરકાર દ્વારા એક ખાસ કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં તમને આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. તેમાં ભાગ લેવા તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરેથી જ તેમાં ભાગ લઈ શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ઘરે બેસીને તમે 50 હજાર રૂપિયા કેવી રીતે કમાઇ શકો છો-

આ ઓફર હેઠળ તમારે વન નેશન-વન રેશનકાર્ડ યોજનાનો લોગો તૈયાર કરવો પડશે. જો તમે ડિઝાઇનિંગમાં માહેર છો, તો આ લોકડાઉનમાં તમારા માટે આવકનો સારો સ્રોત બની શકે છે.

My Gov India એ ટ્વીટ કર્યું

My Gov India ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વિશેની માહિતી આપવામાં આવી છે. આ માટે, સૌ પ્રથમ, તમારે ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શરૂ કરવામાં આવેલા લોગો ડિઝાઇન કોન્ટેસ્ટનો ભાગ બનવું પડશે. આમાં, તમે 31 મે 2021 સુધી અરજી કરી શકો છો. આ કોન્ટેસ્ટમાં વિજેતા થનારને ઈનામ રૂપે 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

કોને શું ઈનામ મળશે તે જાણો

જેમાં પ્રથમ ઇનામ મેળવનાર સ્પર્ધકને 50 હજાર રૂપિયાની સાથે કોન્ટેસ્ટનું ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. તે જ સમયે, ત્રણ ભાગ લેનારાઓને સાંત્વના પુરસ્કાર પણ આપવામાં આવશે. આ બધાને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.

રૂપિયા

આ રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો

આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે, તમારે પહેલા myGov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે Contestમાં જવું પડશે અને Log In to participate ટેબ પર ક્લિક કરવું પડશે. આ પછી, નોંધણી વિગતો ભરવાની રહેશે. નોંધણી પછી, તમારે તમારી એન્ટ્રી સબમિટ કરવાની રહેશે.

કોણ ભાગ લઈ શકે છે-

>> કોઈપણ વયના લોકો લોગો ડિઝાઇન કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે છે.

>> એક કન્ટેસ્ટન્ટ વધુમાં વધુ 3 એન્ટ્રી કરી શકે છે.

>> લોગોનું ફોર્મેટ જેપીઇજી, બીએમપી અથવા ટીઆઈએફએફમાં હાઇ રીઝોલ્યુશન (600 ડીપીઆઇ) ઇમેજ હોવી જોઈએ.

>> લોગો કોઈપણ ભાષામાં હિન્દી અથવા અંગ્રેજી હોઈ શકે છે.

>> 100 શબ્દોમાં લોગો વિશે માહિતી હોવી મહત્વપૂર્ણ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!