GSTV
Home » News » વન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન

વન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં એક દેશ એક ચૂંટણી અંગે ચર્ચા થવાની છે. જે બાદ પીએમ મોદી ૨૦ જૂનના રોજ લોકસભા અને રાજ્યસભામાં આ મામલે ચર્ચા કરશે. મોદી સરકાર પહેલાથી એક દેશ એક ચૂંટણીના પક્ષમાં છે. જેથી આ બેઠક મહત્વની છે કોંગ્રેસ એક દેશ એક ચૂંટણીનો વિરોધ કરી રહી છે.

આ પહેલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બર, મલ્લિકાઅર્જુન ખડગે સહિતના નેતાઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની પ્રક્રિયા બંધારણની વિરૂદ્ધમાં છે. જેથી દેશમાં એક રાષ્ટ્ર અને એક ચૂંટણી પ્રક્રિયા લાગૂ કરી શકાય તેમ નથી. કોંગ્રેસ સિવાય કેટલીક પાર્ટી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સમર્થન પણ કરી રહી છે. તો બીજી તરફ આ બેઠકમાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બનેર્જી આ બેઠકમાં ગેરહાજર રહેશે.

modi cabinet

તેમણે મંગળવારે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખી જણાવ્યું હતું કે, તેઓ પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં સામેલ નથી થવાના. તેમણે બેઠકમાં સામેલ ન થવાનું કારણે પોતાના વ્યસ્ત રાજકીય કાર્યક્રમને ગણાવ્યો છે. એક સાથે ચૂંટણીએ મોદીનો નવો આઈડિયા નથી પણ 1951-52, 1957, 1962 અને 1967મા યોજાઈ હતી. જોકે, આ કોઈ નિયમના કારણે નહીં ફક્ત સંયોગ હતો. એ સમયે દેશમાં મોટાભાગે કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું.

તમામ વિધાનસભાઓ અને લોકસભા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરતી હતી. વન નેશન અને વન ઇલેક્શન યોજાય તો મોટાભાગના લોકો વૉટ આપતી વખતે એક જ પાર્ટીને વૉટ આપી શકે છે, જેથી દેશમાં એક જ પાર્ટીનું શાસન રહેશે. મોદીને લોકસભા, રાજયસભા અને સ્ટેટમાં પણ ભાજપનું શાસન હોય તેવી મહત્વાંકાંક્ષા છે. જોકે, આનાથી રાષ્ટ્રીય પાર્ટીઓને ફાયદો થશે, જ્યારે નાની પાર્ટીઓને નુકસાન થવાની સંભાવના છે. આ પ્લાનથી રાજ્યોમાં એકડો નીકળી જવાનો ડર સ્થાનિક પક્ષોને સતાવી રહ્યો છે.

modi

સેન્ટર ફોર મીડિયા સ્ટડિઝના એક રિપોર્ટ મુજબ લોકસભા 2019ની ચૂંટણીમાં કુલ 55,000થી 60,000નો ખર્ચ થયો હતો, જે લોકસભા 2014ની ચૂંટણીમાં અંદાજે 30,000 કરોડ રૂપિયા હતો. આમ તરફેણ કરનારી પાર્ટીઓના પણ મંતવ્યો છે. જેઓ તેના ફાયદાઓ ગણાવી રહ્યાં છે.

આ 10 દેશોમાં છે પરંપરા

વન નેશન વન ઇલેક્શન એ નવી બાબત નથી. પણ આ 10 દેશો ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, સ્પેન, હંગરી, સ્લોવેનિયા, અલ્બાનિયા, પોલેન્ડ, બેલ્જિયમમાં પણ એક જ સમયે ચૂંટણી કરાવવાની પરંપરા છે.

પ્રધાનમંત્રીની આ બેઠકમાં આ છે હાજર

 • જનતાદળ
 • એનસીપી
 • અકાલીદળ
 • જનતાદળ
 • વાયએસઆર કોંગ્રેસ
 • બીજેડી
 • આપ

આ પાર્ટી અને આ નેતાઓ નહીં રહે હાજર

 • કોંગ્રેસ
 • ટીડીપી
 • ટીએમસી
 • બીએસપી
 • સમાજવાદી પાર્ટી

READ ALSO

Related posts

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

Mansi Patel

મહિલાઓની સામે થતાં અપરાધ પર બોલ્યા રાહુલ ગાંધી, હિંસામાં વિશ્વાસ રાખતા ચલાવી રહ્યા છે દેશ

Mansi Patel

ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!