અમદાવાદમાં સફાઈ અભિયાન તરફ વધુ એક ડગલું, જાણો શું છે કાર્યક્રમ

અમદાવાદ મહાનગરપાલિકાને સ્વછતા અભિયાનના નામે તાયફા કરવાની જાણે ટેવ પડી ગઇ છે. સ્વછતા અભિયાનના નામે કોઇને કોઇ કાર્યક્રમ કરવામા આવે છે. ત્યારે હવે મંદિરોને સ્વચ્છ કરવાનો નિર્ણય કરાયો છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં જેટલા નાના મોટા જાણીતા ધાર્મિક સ્થાનો છે તેની સાફ સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરોની સાથે સાથે અઠવાડિયામાં એક દિવસ મલ્ટીપ્લેક્સ , હોસ્પિટલ, શાક માર્કેટ પર જઈને પણ સફાઈ અભિયાન કરવામાં આવશે. કઇ જગ્યાએ સ્વચ્છતા કાર્યક્રમ કરવો તે અંગેની યાદી તૈયાર કરી થોડા દિવસમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter