રૂપાલની જોગણી માતા તરીકે ઓળખાતા ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થયો છે. દિવસે-દિવસે ઢબુડી માની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઢબુડીમાં મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધનજીઓડ ઉર્ફે ઢબુડીમાં જે આલિશાન બંગાલમાં રહે છે. તે દિવ્યકુંજ બેંગ્લોઝમાં છેલ્લા 6 મહિનાથી મહિને 36 હજાર રૂપિયાના ભાડા પેટે ઢબુડીમા રહેતા હોવાનું સામે આવ્યું છે.


ત્યારે ઢબુડીમાની હકીકત સામે આવ્યા બાદ મકાન માલિકે બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે. હાલ તો પોલીસ મથકમાં લોકોની ફરિયાદ થયા બાદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર થઇ ગયો છે.

આસ્થાના નામે લોકોના ખીસા ખંખેરવાના મીડિયા રિપોર્ટ બાદ મકાનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો જોઇને લોકોમાં કૂતુહલ સર્જાયુ છે.
READ ALSO
- IDBI Bank ના ગ્રાહકો 31 માર્ચ સુધીમાં આ કામ પતાવી દેજો નહીંતર તમારું એકાઉન્ટ…
- આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, દિલ્હી અને મુંબઈમાં ભાવ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે, જાણો તમારા શહેરમાં ભાવ
- ગુજરાત માટે ગર્વની વાત/ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી દેખાશે
- બનાસકાંઠા/ નિવૃત આર્મી જવાનોએ પડતર માગણીઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી
- જાણો PMAY હેઠળ કોને મળશે આવાસ, જો કોઈ સમસ્યા હોય તો આ હેલ્પલાઈન નંબર પર કરો ફોન