GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

અંબાણી પરિવારમાં મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લેતી, વધુ એક કંપની માટે નાદારી નોંધાવે તેવી સ્થિતિ

Reliance

અનિલ અંબાણીના નેજા હેઠળ કંપનીઓની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહી. હવે અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ (ADAG)ની વધુ એક કંપની ડિફોલ્ટર થતા તેને નાદીરમાં ઢસડી લઇ જવામાં આવશે. દેવામાં ડુબેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સહયોગી કંપની GCX લિમિટેડે બેન્કરપ્સી પ્રોટક્શન માટેની અરજી ફાઇલ કરી દીધી છે.

GCX લિમિટેડ જે અંડરસી (દરિયાની નીચે) ખાનગી કેબલ સિસ્ટમ ધરાવતી વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. તે 35 કરોડ ડોલરના એક પેમેન્ટમાં ડિફોલ્ટર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ ADAGની મહત્વપૂર્ણ ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ નાદારીની જાળમાં ફસાઇ ગઇ હતી. આ કોર્પોરેટ ગ્રૂપ રોડ-હાઇવેથી લઇ રેડિયો સ્ટેશન સુધીની એસેટ્સ વેચીને રૂ. 21700 કરોડનું ભંડોળ એક્ત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.

તાજેતરમાં જ અનિલ અંબાણીના નેજા હેઠળની અન્ય કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કહ્યું હતું કે તે નાણાંકીય તરલતાના અભાવનો સામનો કરી રહી છે. નોંધનિય છે કે, જીસીએક્સ લિમિટેડે જુલાઇમાં કહ્યું હતું કે તેણે હોલ્ડર્સ સાથે એક સમજૂતી કરાર કર્યા છે જે હેઠળ તેના બોન્ડની મેચ્યોરિટી સાથે સંબંધિત વિકલ્પો અંગે ચર્ચા કરવા માટે વધુ સમય મળશે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગત મહિને તેનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેને Ca કર્યું હતું, કારણ કે તે 35 કરોડ ડોલરના બોન્ડના પેમેન્ટમાં ડિફોલ્ટ થઇ હતી. જીસીએક્સ લિમિટેડે પોતાના અન્ય સહયોગીઓ સાથે દેલવારે કોર્ટમાં ચેપ્ટર-11 બેન્કરપ્સી પ્રોટેક્શન ફાઇલ કરી છે.

Read Also

Related posts

સેબીએ પાવર ઓફ એટર્ની ધોરણોના અમલની તારીખ લંબાવાઈ

Ankita Trada

વેદાન્તા બાદ આ કંપનીની શેરોને ડિલિસ્ટીંગ કરવાની યોજના

Ankita Trada

ખાદ્યતેલની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થતા બજાર સૂસ્ત, સિંગતેલના ભાવ પર અસર વર્તાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!