કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ વંડી ટપી ભાજપના ગેટમાં એન્ટ્રી મારી

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષને મળી પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે વલ્લભ ધારવિયાએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાઘવજી પટેલને હરાવ્યા હતા. એજ વલ્લભ ધારવિયાની ભાજપે વિકેટ પાડી છે.

પૂરષોત્તમ સાબરિયા ભાજપમાં

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા આજે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગર કમલમ ખાતે સમર્થકો સાથે તેઓ ભગવો ખેસ ધારણ કર્યો છે. આઇ કે જાડેજા અને કેસી પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

ધાંગધ્રાથી કોંગી ધારાસભ્ય રહેલા પરષોત્તમ સાબરીયાએ ગત આઠ માર્ચના દિવસે વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામુ સુપરત કર્યુ હતું. નાની સિંચાઇ યોજનામાં આરોપી તરીકે તેમનુ નામ આવ્યા બાદ તેમની પર ભાજપ પર જોડાવાનુ દબાણ હોવાની ચર્ચા ચાલી હતી.

જો કે આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આવુ કોઇ દબાણ હોવાનો ઇન્કાર કરતા કહ્યુ હતુ કે હુ નિર્દોષ છુ અને કાયદા પર ભરોસો છે અને હુ આ આરોપોમાંથી છુટી જઇશ. કોંગ્રેસમાંથી રાજીનામા માટે તેમણે પક્ષમાં ચાલતી ટાંટિયાખેંચને જવાબદાર ઠેરવી હતી. સાથે જ જીવન પૂરુ થાય ત્યાં સુધી ભાજપમાં રહેવાનો દાવો પણ કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter