GSTV
Baroda Trending ગુજરાત

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેને લઈને ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ તેના પતિ, જેઠ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે નવાયાર્ડ સંતોકનગરમાં રહેતા મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસીન અને પિતા ઈમ્તિયાઝની ધરપકડ કરી છે.

આ ત્રિપુટીએ પીડિત યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિતા બે વર્ષ આગાઉ મોહિબના પરિચયમાં આવી જે બાદ તેને બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે સગર્ભા બની હાલ તેને 3 મહિનાનું બાળક પણ છે.

મોહિબ પીડિતાને બિભત્સ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. લગ્ન બાદ પીડિતા યુવતીનું નામ બદલાવી ‘માહિરા’ કર્યું હતું. ઉપરાંત લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું હતું. પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મુસ્લિમ યુવકે પોતાની જાતિ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને ફસાવી ફોટા વાયરલ કરી બળાત્કાર ગુજાર્યા તે બાદ લગ્ન કરી હિંદુ ધર્મ છોડી દઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાર્ટનર સમીર અબ્દુલ કુરેશી નામના યુવકની ગોત્રી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ માં થયેલી ફરિયાદ મુજબ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તેમ જણાવી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો તેની સાથે સંપર્ક થયા બાદ એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ફોટા પાડી વાયરલ કરાવી દઈશ તેમ કહી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.

લગ્ન કર્યા પછી ખબર આવી સામે

આખરે તેણે વારંવાર બળાત્કાર કરતા બે વખત અબોશન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ 2021માં તેણે લગ્ન કર્યા હતા લગ્ન બાદ તેના પરિવારજનો દ્વારા ખબર પડી હતી કે તે ખ્રિસ્તી નથી પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દુલ કુરેશી છે .

લવ

યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ ધર્મ છુપાવીને બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો ત્યારબાદ લગ્ન કર્યા અને તે બાદ તેના પરિવારજનો દ્વારા હિંદુ ધર્મ છોડી ગઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરતા રહ્યા અને માનસિક ત્રાસ આપતા હતા.

યુવતીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે બળાત્કાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને એટ્રોસિટીના ત્રણ કાયદા મુજબ યુવક સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

મહેસાણા અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી સાક્ષી હુંકાર મહાસભા

GSTV Web Desk

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

Hemal Vegda

પાટીલનો કેજરીવાલને પડકાર/ પધારો અને અમારી સ્કૂલો જુઓ, 21 હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

GSTV Web Desk
GSTV