GSTV

પીએમસી બેંકના વધુ એક ડિપોઝિટરનું મોત : કુલ મૃત્યુઆંક સાત

Last Updated on November 2, 2019 by Arohi

નવી મુંબઇમાં કૌભાંડગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ(પીએમસી) બેંકના ૬૪ વર્ષીય ડિપોઝિટરનું હૃદય રોગના હુમલાને કારણે મોત થયું છે તેમ મૃતકના પરિવારે દાવો કર્યો છે. ૬૪ વર્ષીય કુલદીપ કૌર વિગ પીએમસી બૈંકના સાતમા ડિપોઝિટર છે જેમનું કૌભાંડ સપાટી પર આવ્યા પછી મોત થયું છે. ૪૩૫૫ કરોડ રૃપિયાનું કૌભાંડ બહાર આવ્યા પછી આરબીઆઇએ બેંકમાંથી નાણા ઉપાડવા પર કેટલાક નિયંત્રણો મૂકી દીધા છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

નવી મુંબઇના ખડઘર વિસ્તારના સેક્ટર દસના રહેવાસી કૌરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના ૭૪ વર્ષીય પતિ વરિન્દર સિંહ વિગે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે બેંકમાં ફસાયેલા પોતાના નાણા અંગે ચિંતિત રહેતા હતાં. તેમણે જીટીબી નગરમાં આવેલી ગુરુ તેજ બહાદુર હાઇસ્કૂલમાં કોચ તરીકે નોકરી કરી હતી. પીએમસી બૈંકમાં તેમનું સેલેરી એકાઉન્ટ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી પીએમસી બૈંકમાં અમારા ખાતા છે.

હેલ્થ ઈન્સ્યુરન્સ રિન્યુ કરાવવાના પણ પૈસા નથી

થોડાક જ સમય પહેલા અમે અમારી ફિક્સ્ડ ડિપોઝીટ રિન્યુ કરાવી હતી અને તેના એક મહિના પછી જ આ કૌભાંડ સપાટી પર આવ્યું હતું. અમારી પાસે અમારું હેલ્થ ઇન્સ્યુરન્સ રિન્યુ કરાવવાના પણ પૈસા નથી. કોઇ પણ પીએમસી બેેંકના ચેક લેવા માટે તૈયાર નથી.અત્યાર સુધી સાત ડિપોઝિટરોના મોત થયા છે. હજુ કેટલા ડિપોઝિટરો મોત થશે?

Read Also

Related posts

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!