GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું થયું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક પાંચ થયો

અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદમાં એક 45 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યુ છે. આ દર્દી ડાયાબિટીસથી પીડાઈ રહ્યો હતો. આ પહેલાં અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે મહિલાને ૨૪મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.  મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.

આ સાથે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક 3 થયો છે. અને રાજ્યમાં પાંચ શખ્સના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં 3, એક સુરત અને એક ભાવનગરમાં અગાઉ મોત થઈ ચૂકયું છે. મહિલાએ કોઈ વિદેશ પ્રવાસ ન કર્યો હોવાથી સ્થાનિકમાં ચેપ લાગ્યો હોવાની આશંકા છે. આજે એસવીપી હોસ્પિટલમાં તેમનું મોત થયું છે. મહિલા સાથે રહેતા અને આસપાસના લોકોને પણ તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાયા હતા. ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક 55ને પહોંચ્યો હતો.

દેશમાં 24 કલાકમાં 179 નવા કેસ

કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેનો અસરકારક અમલ ન થઈ રહ્યો હોવાથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૯ નવા કેસ સામે આવ્યા છે. કોવિડ-૧૯ના કારણે ગુજરાતમાં શનિવારે એક સહિત કુલ ૨૧નાં મોત નીપજ્યાં છે. શનિવારે અમદાવાદમાં એક અને કેરળમાં એક એમ બે મોત થયા હતા. ઉપરાંત ૭૯ લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. 

કોરોનાના ૯૧૮ કેસોમાં ૪૭ વિદેશીઓ

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં ચાર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં બે અને તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, કેરળ તથા હિમાચલ પ્રદેશમાં એકનાં મોતનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના ૯૧૮ કેસોમાં ૪૭ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮૦ કેસ જ્યારે કેરળમાં ૧૭૩ કેસ નોંધાયા છે. બીજીબાજુ જેલોમાં કેદ ગૂનેગારો પ્રત્યે સંવેદનશીલતા દાખવતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રદેશની જનતાને લોકડાઉમાં સહયોગની અપીલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની જેલોમાં કેદ અંદાજે ૧૧ હજાર કેદીઓને ૮ સપ્તાહ માટે પેરોલ પર અથવા જામીન પર છોડવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરાશે.  મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકારે જેલ સુપરીન્ટેન્ડેન્ટ્સને પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કાચા કામના કેદીઓ માટે વચગાળાની જામીન માગવા અદાલતોમાં અરજી કરવા જણાવ્યું હતું. કોરોના વાઈરસના કારણે જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ સપ્તાહના પ્રારંભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસોના કેદીઓને વચગાળાના જામીન અથવા પેરોલ પર છોડવા માટે વિચારણા કરવા સમિતિઓ બનાવવા નિર્દેશો આપ્યા હતા.

21 દિવસ દેશમાં લોકડાઉન

પીએમ મોદીએ 24 માર્ચના રોજ સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં લોકડાઉન થયું હતું પરંતુ આ દરમિયાન કોરોના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 15 માર્ચ સુધીમાં, કોરોના દર્દીઓનો આંકડો 100 ની આસપાસ રહ્યો હતો, તે પછીના 13 દિવસમાં 1000ને પાર પહોંચી ગયો. એટલે કે, કોરોના વાયરસની અચાનક રફ્તારે જે ચિંતા વ્યક્ત કરી હતી, તે દરેક પસાર થતાં દિવસની સાથે દેખાઈ પણ રહી છે.

મજૂરોની હિજરત મોટો પડકાર

લોકડાઉન પછી, દેશભરમાં મજૂરોનું તેમના ઘરોમાં સ્થળાંતર કરવું એક મોટો પડકાર બની ગયો છે. દિલ્હી એનસીઆરની હાલત ખરાબ છે, જ્યાં મજૂરો, રિક્ષાચાલકો અને કારખાનાના કામદારો હજારોની સંખ્યામાં પોતપોતાના ગામોમાં પાછા ફરવા નીકળ્યા છે. પરંતુ માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના અન્ય મોટા અને નાના શહેરોમાંથી લોકોનું સ્થળાંતર આ રીતે જ થઈ રહ્યું છે લોકડાઉન વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરપ્રાંતિય મજૂરોના સ્થળાંતરને અટકાવવા માટે કહ્યું હતુ. આ સાથે, બેઘરો, મજૂરોના રહેવાની વ્યવસ્થા, ખાદ્ય, દવા અને કપડાં આપવાની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

READ ALSO

Related posts

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

હોંગકોંગ, ભારત બાદ હવે ચીને આ દેશને કરી સળી, કોરોનાની બદનામી ટાળવા હવે ચીન યુદ્ધના રવાડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!