GSTV
Home » News » ફરી મુશ્કેલીમાં આઝમ, હવે સાંસદની સામે બકરી ચોરવાનો કેસ દાખલ

ફરી મુશ્કેલીમાં આઝમ, હવે સાંસદની સામે બકરી ચોરવાનો કેસ દાખલ

રામપુરથી સપા સાંસદ આઝમ ખાનની સામે ગુરૂવારે પોલીસે એક વધુ કેસ દાખલ કર્યો હતો. આ વખતે ફરિયાદકર્તાના ઘરમાં બાંધેલી બકરી, ભેંસ અને વાછરડાને ખોલવાનો કેસ દાખલ કરાયો છે. યતીમખાના સરાયગેટ નિવાસી નસીમા ખાતૂને આઝમ ખાનની સામે ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો હતો કે, ત્રણ વર્ષ પહેલાં આઝમ ખાનનાં કહેવા પર અમુક લોકો તેમના ઘરમાં ઘુસીને તોડફોડ કરી અને ઉપદ્રવ મચાવ્યો હતો, સાથે જ તેમના પશુઓને જબરદસ્તી ખોલીને લઈ ગયા હતા.

તેમનો આરોપ છેકે, 15 ઓક્ટોબર 2016ની સવારે સાંસદ આઝમ ખાનનાં કહેવા પર તત્કાલીન સીઓ આલેહસન ખાન, વસીમ રિઝવી, ઝફર ફારૂખી, એસઓજીના સિપાહી ધર્મેન્દ્ર, આઝમ ખાનનાં મીડિયા પ્રભારી ફસાહત અલી ખાન શાનૂ, મોહમ્મદ સલીમ સહિત 25 લોકોએ તેમના ઘરમાં ઘુસીને તોડ ફોડ કરી હતી સાથે જ તેમના પરિવાર સાથે મારપીટ કરી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઘરમાં રાખેલો સામાન લૂટીને લઈ ગયા અને મકાન પર બુલડોઝર ચલાવી દીધું હતુ. આ દરમ્યાન આરોપીઓએ મહિલાના પતિ સાથે મારપીટ કરી હતી, જેને કારણે તેનું મોત થયુ હતુ. તેમણે જણાવ્યુ હતુકે, આરોપીઓને તેમના ઘરેથી બે ગળાના હાર, બે જોડી કાનની બુટ્ટી, સોનાની એક વિંટી અને સોના-ચાંદીની પાયલો લુંટી લીધી હતી.

જતા જતા ઘરમા બાંધેલી ત્રણ ભેંસ, એક વાછરડું અને ચાર બકરી પણ ખોલીને લઈ ગયા હતા. તેમણે કહ્યુકે, આ પશુ આઝમ ખાનની ગૌશાળામાં રાખવામાં આવશે. શહેર કોતવાલીની પોલીસે આ મામલામાં આઈપીસીની ધારા 452, 427, 389, 395, 448, 304, 504, 506 અને 120બી હેઠળ રિપોર્ટ નોંધી છે. પોલીસે આઝમ ખાન પર ઈરાદાવગરની હત્યાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સાંસદ આઝમ ખાન પર કોતવાલીમાં પશુઓને જબરદસ્તી ખોલવાનો કેસ દાખલ થયો છે. યતીમખાના પ્રકરણમાં સાંસદ આઝમ ખાનની સામે હવે કુલ 11 કેસ દાખલ થઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

Mayur

પોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!