GSTV

ઇકોનોમિક ફ્રન્ટ પર ચીનની વધુએક હાર, દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ રદ્દ કર્યા 4G ટેન્ડર

Last Updated on July 2, 2020 by pratik shah

ભારત ચીન વિવાદને લઈને જ્યાં એક તરફ દેશની સરહદોને મજબૂત કરવામાં આવી રહી છે તો બીજી તરફ દેશભરમાં ચીન સામે વિરોધ ફાટી નીકળ્યો છે અને ચીની પ્રોડક્ટ્સનો સદંતર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સરકાર દ્વારા જ્યાં એક તરફ 59 ચાઈનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંદ લગાવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ દેશના અગ્રણી સેક્ટર્સ પણ ચીની કંપનીઓને આપેલા ટેન્ડર્સ કેન્સલ કરી ચીનને આર્થિક ફટકો આપી રહ્યા છે. તેમાં એક નવું, જૂનું અને જાણીતું નામ જોડાઈ ગયું છે. અને તે છે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતીય દૂર સંચાર નિગમ લિમિટેડ, બીએસએનએલ.

BSNL – MTNL એ રદ્દ કર્યા ચીની કંપનીઓના 4G ટેન્ડર્સ

ચીન સાથે સરહદે વિવાદ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. બીએસએનએલ અને એમટીએનએલએ પોતાના 4G ટેંડર રદ્દ કરી દીધા છે. જેને પગલે હવે નવા ટેંડર બહાર પાડવામાં આવી શકે છે.

ચીની કંપનીઓનો સામાન ન ખરીદવા અપાયો હતો આદેશ

સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચીની કંપનીઓનો સામાન ન ખરીદવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ટેંડરને રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવા નવા ટેંડર મેક ઇન ઇન્ડિયા અને ભારતીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવી જોગવાઇ કરવામાં આવશે.

સૌથી વધુ ચાઈનીઝ વસ્તુઓ ખરીદવાનો લાગ્યો હતો આરોપ

ઉલ્લેખનીય છે કે બીએસએનએલ અને એમટીએનએલ પર સૌથી વધુ ચીની વસ્તુઓ ખરીદવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ સરકારે નવા આદેશ જારી કરીને ચીની વસ્તુઓની ખરીદી ન કરવા બીએસએનએલને કહ્યું હતું. ટેલિકોમ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાંં આવ્યું હતું કે 4જી ફેસિલિટી અપગ્રેડેશનમાં કોઇ પણ ચીની કંપની દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનો ઉપયોગ નહીં કરવામાં આવે. ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે એક કેમ્પેઇન ચાલી રહ્યું છે. સરકારે ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધો લગાવી દીધા છે અને હવે ધીરે ધીરે અન્ય પ્રતંબિધો પણ લગાવવામાં આવી શકે છે.

રેલવે એ પણ રદ્દ કર્યા ચાઈનીઝ ટેન્ડર

ભારત ધીરે ધીરે ચીન સાથેનો વ્યાપાર સંબંધ તોડી રહ્યો છે. બીએસએનએલ બાદ હવે રેલવેએ પણ ટેંડરને રદ કરી દીધા છે. આશરે ૮૦૦ જેટલા કેમેરાને લઇને આ ટેંડર બહાર પાડવામાં આવ્યું હતું. વેંડરે કહ્યું હતું કે સ્પેસિફિકેશન ચીની કંપનીઓની તરફેણમાં હોઇ શકે છે જે બાદ આ ટેંડરને રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રેલવે પીએસયુ રેલટેલ દ્વારા ગત મહિને આ ટેંડર બહાર પાડવામાં આવ્યું હતું. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે અન્ય વેંડર્સ પાસેથી રીપ્રેઝન્ટેશન મેળવ્યું છે, તેઓ પણ સોલ્યૂશન ઓફર કરી શકે છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમા રાખીને આખરે અમે આ ટેંડરને રદ કરી દીધુ છે.

Related posts

4 હજાર કરોડના પાવર માટે ભાજપના નેતાઓમાં તનાતાની, યાર્ડમાં હવે ભાજપ સામે સંઘનો મોટો જંગ

pratik shah

તાઉતે પછી ગુજરાત પર બીજી કુદરતી આફતની તૈયારી, ભૂપેન્દ્ર પટેલ સરકારની પણ કસોટી થશે : વાવાઝોડુ આવી રહ્યું છે

Dhruv Brahmbhatt

ખુલાસો / જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન રિપોર્ટ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ પોતે જ જવાબદાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!