GSTV
Home » News » મોંઘવારીના ચક્કરમાં પીસાઇ રહેલી પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર, આ શાકભાજીનાં ભાવ વધશે

મોંઘવારીના ચક્કરમાં પીસાઇ રહેલી પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર, આ શાકભાજીનાં ભાવ વધશે

ચારેય બાજુથી મોંઘવારીના ચક્કરમાં પીસાઇ રહેલી પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર એ છે કે ચાલુ વર્ષે બટાકાના ઉંચા ભાવ તમારા રસોડાનું બજેટ બગાડી શકે છે. બીજા શબ્દોમાં કહીયે તો બટાકા સસ્તા થવાની વધુ આશા રાખતા નથી કારણ કે દેશના મુખ્ય બે બટાકા ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ શાકભાજીનું વાવેતર ઘટ્યું છે. બટાકાના વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બટાકાના છુટક ભાવ ગગડીને રૂ. 8થી 10 પ્રતિ કિગ્રા થશે નહીં. પાછલા વર્ષેના પ્રથમ છ મહિનામાં બટાકાના ભાવ આટલા રહ્યા હતા.

બટાકાના વેપારીઓએ કહ્યું કે, યુપીમાં બટાકાનું વાવેતર ગત વર્ષની તુલનાએ 8થી 10 ટકા ઘટ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળામાં વાવેતર વિસ્તાર 2થી 3 ટકા ઘટ્યો છે.  પંજાબ અને ઉત્તરપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળમાં બટાકાની ખેતીવાળા વિસ્તારોમાં ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી પાકને  ગંભીર નુકસાન પહોંચ્યું છે. આ કારણે જ બટાકાની સપ્લાય ઘટી છે અને ભાવ 60 ટકા જેટલા વધી ગયા છે. એવી આશા હતી કે ચાલુ વર્ષના આરંભમાં બટાકા સસ્તા થશે પરંતુ આવી થયું નથી. ઉત્તરપ્રદેશમાં બટાકાનો જથ્થોબંધ ભાવ 18થી 20 રૂપિયા પ્રતિ કિગ્રા છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન ઓફ ઉત્તર પ્રદેશના સચિવ અરવિંદ અગ્રવાલે કહ્યું કે, રાજ્યમાં નવા પાકના વાવેતર વિસ્તારમાં 8થી 10 ટકાનો ઘટાડો થયો છે.

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ખેડૂતોએ લસણ, સરસવ અને અન્ય પાકોનું વાવેતર વધાર્યું છે. આથી બટાકાનું વાવેતર ઘટ્યું છે પરિણામે તેના ભાવ ઘટવાની આશા રાખતા નહી. વર્ષ 2019માં યુપીમાં બટાકાનું ઉત્પાદન 160 લાખ ટન રહ્યું હતું જેમાંથી 115 લાખ ટન માલ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયો હતો. બાકીના બટાકાનું ખેડૂતોએ સીધું ખેતરમાંથી વેચાણ કરી દીધું હતું. બજારમાં નવા બટાકાની આવક શરૂ થઇ ચૂકી છે. અલબત આ પાકનું કદ કેટલું હશે તે હજી સુધી સંપૂર્ણ સ્પષ્ટ થયું નથી. જો યુપીમાં ભાવ ઉંચા રહ્યા તો પશ્ચિમ બંગાળા પર તેની અસર થશે. પશ્ચિમ બંગાળમાં ગત વર્ષ 95 લાખથી 1 કરોડ ટન જેટલાં બટાકાનું ઉત્પાદન થયું હતું.

READ ALSO

Related posts

દીપિકાએ આ ડાયરેક્ટરને લબડાવ્યા, પહેલાં ફિલ્મ કરવા તૈયાર થઇ અને હવે હાથ ઉંચા કરી લીધાં

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!