GSTV
Home » News » દિલ્હી ચૂંટણી જીત્યા પછી APP પાર્ટીનો મોટો દાવો, પક્ષ સાથે 10 લાખ લોકો જોડાયા

દિલ્હી ચૂંટણી જીત્યા પછી APP પાર્ટીનો મોટો દાવો, પક્ષ સાથે 10 લાખ લોકો જોડાયા

દિલ્હીમાં ત્રીજી વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાશે. 11 ફ્રેબ્રુઆરીનાં રોજ જાહેર થયેલા દિલ્હી વિધાન સભા ચૂંટણીનાં પરીણામો માં AAPને 70 માથી 62 સીટો માં જીત મળી છે. ત્યાર પછી લાખો લોકો આપ સાથે જોડાયા છે. પાર્ટીનો દાવો છે કે ચૂંટણી જીત્યાનાં 24 ક્લાકની અંદર 10 લાખ લોકોથી પણ વધારે લોકોએ પાર્ટી જોઈન્ટ કરી છે. આ જાણકારી પાર્ટીએ ટ્વિટર પર આપી છે.

10 લાખ લોકોથી પણ વધારે લોકોએ પાર્ટી જોઈન્ટ કરી

આમ આદમી પાર્ટી

દિલ્હીમાં જીત દાખલ કર્યા પછી આમ આદમી પાર્ટીએ સદસ્યતા ઝુંબેશ ચલાવી હતી. જેના માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કર્યો હતો. સદસ્યતા અભિયાનને લઈને AAP જણાવ્યું હતું કે રાજનીતિ કરવા માટે નહી, રાજનીતિ બદલવા આવ્યા છીએ.

રાજનીતિ કરવા માટે નહી, રાજનીતિ બદલવા આવ્યા છીએ

દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 53.57, ભારતીય જનતા પાર્ટીને 38.51 અને કોંગ્રેસને 4.26 ટકા મત મળ્યા છે. 2020ની ચૂંટણીમાં AAP પાર્ટીએ 62 અને બીજેપીએ 8 બેઠકો જીતી, જ્યારે દેશની કદાવર કોંગ્રેસ પાર્ટીનું ખાત પણ ખુલ્યું નહી. 16 ફ્રેબ્રુઆરીનાં રોજ અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari

દિલ્હીમાં મળશે મોદી-ટ્રમ્પ, આજે ડિફેન્સ ડીલ થઈ શકે છે પાક્કી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!