GSTV
Home » News » 2025 સુધીનો રૂપાણી સરકારે સેટ કર્યો ટાર્ગેટ, આ સેક્ટરના એક લાખ લોકોને મળશે નોકરી

2025 સુધીનો રૂપાણી સરકારે સેટ કર્યો ટાર્ગેટ, આ સેક્ટરના એક લાખ લોકોને મળશે નોકરી

દેશમાં આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે ૨૦૨૫ની સાલ સુધીમાં એક લાખ નવાડૉક્ટર્સ તૈયાર કરવામાં આવશે, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે ગુજરાતમાં ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસિસ એન્ડ ઇન્નોવેશન્સ ઇન પબ્લિક હેલ્થ સિસ્ટમ અંગે ગાંધીનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં બોલતા જણાવ્યું હતું. ગુજરાતમાં મેડિકલ બેઠકોની સંખ્યા છેલ્લા ૬ વર્ષમાં ૨૫૭૦નો વધારો કરવામાં આવ્યો છે. તેથી ગુજરાતમાં પણ ડૉક્ટરો વધુ તૈયાર થવા માંડશે.

આજે ગુજરાતમાં મેડિકલ કૉલેજોની સંખ્યા ૨૯ની છે. આગામી વર્ષમાં તેમાં વધુ ૫ કૉલેજનો વધારો થશે. તેથી ગુજરાતમાં વધુ સંખ્યામાં ડૉક્ટર્સનો ઉમેરો થશે. આજે ગાંધીનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, તામિલનાડુુ, હરિયાણા સહિત ૧૭ રાજ્યના અિધકારીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષ વર્ધને કહ્યં હતું કે ૨૦૩૦ સુધીમાં વિશ્વને ટી.બી. મુક્ત કરવાનો લક્ષ્યાંક છે. ભારતે દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત જાહેર કરવાનો નિર્ધાર કર્યો છે.

આરોગ્ય અંગેની રાષ્ટ્રીયપરિષદનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય પરિષદમાં દેશના દરેક રાજ્યની શ્રેષ્ઠ પ્રથાઓ અંગે આ મંચ પર વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે. તેને પરિણામે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે અત્યારે ચેપી રોગોને અંકુશમાં લેવા રાજ્ય સરકાર મથામણ કરીને સારી સફળતા હાંસલ કરી રહી છે.

પરંતુ આવનારા દિવસોમાં ડાયોબિટીઝ, કેન્સર જેવા બિનચેપી રોગોના વહેલા નિદાન અને યોગ્ય સારવાર મળતા થાય તે માટે ગુજરાત સરકારે પગલાં લેવા માંડયા છે. આ મુદ્દે પણ રાષ્ટ્રીય પરિષદમાં વિચાર મંથન થશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ ંહતું કે સમગ્ર દેશમાં ડૉક્ટર્સની અછત છે.

તેથી દેશના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજની સૃથાપના કરવાનો પ્રધાનમંત્રીએ સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે જ ગુજરાતમાં નવી છ મેડિકલ કૉલેજો શરૂ કરવામાં આવશે. પરિણામે ભૂતકાળની તુલનાએ ભવિષ્યમાં વધુ તબીબો તૈયાર થશે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબૃધ થશે.

તેમની વાતને સમર્થન આપતા કેન્દ્રના આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી એ.કે. ચોબેએ જણાવ્યું હતું કે દેશમાં ૧૫૦  હેલૃથ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. તેમ જ દેશમાં ૭૫ નવી મેડિકલ કૉલેજો ચાલુ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવીર હી છે. આગામી સમયમાં સ્વાસ્થ્ય સુવિધાના આધારસ્તંભ સમા ડૉક્ટરની સંખ્યામાં એક લાખનો વધારો થશે.

READ ALSO

Related posts

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva

ભારત સરકાર માછીમારોની આજીવિકાનું સાધન ગણાતી બોટ મુક્ત કરાવવામાં નિષ્ફળ, પાકિસ્તાને કરી હરાજી

Nilesh Jethva

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!