GSTV
Home » News » રામોલથી છેક વસ્ત્રાલ સુધી એક કિ.મી. લાંબો ચક્કાજામ, વાહનચાલકો અટવાઇ પડ્યા

રામોલથી છેક વસ્ત્રાલ સુધી એક કિ.મી. લાંબો ચક્કાજામ, વાહનચાલકો અટવાઇ પડ્યા

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ પર ટ્રાફિકનું ભારણ વધી જતા ચક્કાજામની સ્થિતિ વિકટ બની જવા પામી છે. કાલે બપોરે રામોલથી છેક વસ્ત્રાલ સુધી એક કિ.મી. લાંબો ચક્કાજામ થતા અનેક વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. પોલીસ અને સ્વયંસેવકોની ટીમોના ભારે પ્રયાસ બાદ ટ્રાફિકની સ્થિતિ કલાક બાદ હળવી થવા પામી હતી.

રિંગ રોડ પર હાથીજણ સર્કલથી વસ્ત્રાલ માધવ ફાર્મ ચાર રસ્તા સુધી ચક્કાજામની સ્થિતિ રોજીંદી બની જવા પામી છે. રામોલ, વાંચ, હાથીજણ, અસલાલી, ધામતવણ , અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે, મુંબઇ અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે આ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી ચોવીસ કલાક માટે વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે.
જેને લઇને અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. બીજી તરફ વાહનચાલકો માટે રોડ ક્રોસ કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવાતા કોઇ એક સર્કલ પર વાહનોનો જમાવડો થઇ જતો હોય છે.

વસ્ત્રાલ માધવ ફાર્મ ચાર રસ્તા પર સૌથી વધુ અકસ્માત થતા હોય છે. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની માંગણી ઉઠવા પામી છે. બીજી તરફ હાથીજણ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાની પણ માંગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે.

Related posts

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!