જમ્મુ-કાશ્મીર અને લદાખ ક્ષેત્રમાં દ્રાસમાં આજે સીઝનની સૌથી કાતીલ ઠંડી પડી હતી. આજે પારો એકદમ ઘટનીને 11.5 ડીગ્રી સેલશિયસે પહોંચ્યો હતો. કેન્દ્ર શાસિત બનેલા પ્રદેશમાં મોટા ભાગમાં આજે જોરદાર ઠંડીની શરૂઆત થઇ હતી. ઉલ્લેખનીયછે કે આજથી પાંચ દિવસ પહેંલા જ પહાડી ક્ષેત્રમાં હિમ વર્ષા થઇ હતી. ઠંડીના કારણે પુરવામામાં 65 વર્ષની એક વ્યક્તિનું મોત થયું હતું.

પુલવામા જિલ્લામાં ભૂસ્ખલન થતાં તેના ઘરમાં બરફના ધર પડતાં દટાઇ જવાથી તેનું મોત થયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલીક જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઇ શકે છે. શુક્રવારે તો શ્રીનગર જમ્મુ હાઇ વે બંધ કરવાની સ્થિતી સર્જાઇ શકે છે.

લદ્દાખના દ્વાર તરીકે પ્રખ્યાત દ્રાસમાં આજે લઘુત્તમ 11.5 ડીગ્રી સેલશિયસ પારો ગગડી ગયો હતો. આમ આ ક્ષેત્રમાં સીઝનનની સૌથી વધુ ઠંડી પડી ગઇ હતી. હજુ તો ડીસેમ્બરનો મહિનો આવશે ત્યારે ઠંડી વધશે તેવું હવામાન ખાતાએ કહ્યું હતુ. તેમણે કહ્યું હતું કે લદ્દાખનો લેહ શહેર હજુ પણ માઇનસમાં જ ચાલે છે. આજે ત્યાં તાપમાન માઇનસ 6.8 ડીગ્રી સેલ્શિયસ હતું. ઉત્તર કાશ્મીરમાં આવેલા પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં પારો માઇનસ 3.4 ડીગ્રી નોંધાયો હતો. જ્યારે પહેલગામમાં પારો માઇનસ 2.3 રહ્યો હતો.

શ્રીનગરમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આજે પુલવામા જિલ્લામાં એક મકાન પર મડસ્લાઇડ પડતાં ઘરમાં રહેલા 65 વર્ષના એક વૃધ્ધનું મોત થયું હતું. જ્યારે એક ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે આગાહી કરી હતી કે આગામી થોડા દિવસોમાં આખા દેશમાં ઠંડીમા વધારો થશે. પશ્ચિમી તરફના ઠંડા પવનના કારણે 25 નવેમ્બરે ઠંડી પડશે જે આગામી બે મહિના સુધી જારી રહેશે.
READ ALSO
- શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા
- ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન