GSTV

વડોદરામાં બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થતા એકનું મોત, એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે

Last Updated on October 19, 2019 by

વડોદરાના છાણી વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી. એલ એન્ડ ટીની ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થઈ ગયો. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 10 વ્યક્તિ દબાયા હોવાની આશંકા સેવાઇ છે. ઘટના બનતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. જેમાં ફાયર કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

જો કે આ કમનસીબ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે. રાહત કામગીરીમાં એનડીઆરએફના જવાનો પણ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોડાયા છે. જેઓએ સ્નીફર ડોગની મદદથી આ કાટમાળમાં કોઇ દબાયુ છે કે નહીં તે શોધવાની કામગીરી હાથ ધરી છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!