પશ્વિમ બંગાળના 24 પરગનામાં ફરીવાર હિંસા ભડકી છે. બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ બોમ્બમારો અને ફાયરિંગ કરવામાં આવ્યુ. જે દરમ્યાન એક યુવકનું મોત અને 8 જેટલા લોકો ઘાયલ થયા.

અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અથડામણ દરમ્યાન ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. પોલીસે બંદુક અને દેશી બનાવટના બોમ્બ પણ જપ્ત કર્યા છે. પશ્વિમ બંગાળમાં સતત હિંસાની ઘટના બની રહી છે.

જેથી કેન્દ્ર સરકારે ગત દિવસે મમતા સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. કેન્દ્રનો આરોપ છે કે, પશ્વિમ બંગાળની સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે.
Read Also
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ
- ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત
- રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!