GSTV
Gujarat Government Advertisement

નજીવી બાબતે છત્તીસગઢમાં એક જવાને અન્ય પાંચ જવાનોની ગોળી મારી હત્યા કરી

Last Updated on December 5, 2019 by Mayur

છત્તીસગઢમાં આઇટીબીપીના એક જવાને પોતાના જ સહકર્મી જવાનોને ગોળી મારી દીધી હતી, જેને પગલે પાંચ જવાનોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જોકે બાદમાં આ જવાનો પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. છત્તીસગઢના નારાયણપુરમાં આવેલા કાડેદર ગામમાં આઇટીબીપી જવાનોની ૪૫મી બટેલીયન તૈનાત કરવામાં આવી છે. આ બટેલીયનમાં તૈનાત જવાન મુસુદુલ રહમાને પોતાના સર્વિસ રિવોલ્વોરથી ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ જવાનો માર્યા ગયા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા.

જવાનનું નામ છે રહમાન

તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર સવારે ૮.૩૦ કલાકે કોઇ કારણોસર જગડો થતા રહમાન નામના આ જવાને ગોળીબાર કરી દીધો હતો અને પાંચ જવાનોનો ભોગ લીધો હતો, બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લેતા સૈન્યમાં ચકચાક મચી જવા પામી છે. એવા અહેવાલો છે કે ગોળીબાર કરનાર જવાને રજા માગી હતી, જે મંજૂર ન થતા બાદમાં અન્ય સહકર્મી જવાનોએ મજાક કરી હતી જેને પગલે મનમાં લાગી આવતા આ જવાને ગોળીબાર કરીને અન્ય જવાનોની હત્યા કરી હતી. જોકે ચોક્કસ કારણની તપાસ જારી છે.

રજાની કરી હતી માંગણી

આઇટીબીપીના કોન્સ્ટેબલ મસુદુલ રહમાનને ડિસેમ્બરના અંત સુધીમાં પારિવારીક  સમારોહમાં જવુ હતું. જેને પગલે તેણે રજાની માગણી કરી હતી. જોકે તેની રજા હજુસુધી મંજૂર નહોતી થઇ શકી. બાદમાં અન્ય સાથી જવાનોએ રહમાનની મજાક ઉડાવી હતી. જેથી આવી મામુલી વાતમાં ગુસ્સામાં આવી આ જવાને મજાક કરી રહેલા જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.

કયા જવાનોને મારવામાં આવી ગોળી ?

જોકે ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યું. જે પાંચ જવાનો પર ગોળીબાર થતા માર્યા ગયા તેમના નામ હિમાચલ પ્રદેશના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના કોન્સ્ટેબલ સુરજીત સરકાર, પંજાબના હેડ કોન્સ્ટેબલ દલજિતસિંહ, પ. બંગાળના જ અન્ય એક જવાન કોન્સ્ટેબલ વિશ્વરુપ અને કેરળના બેજીસ એસીનો સમાવેશ થાય છે. જ્યારે જે જવાને આ પાંચ જવાનોની હત્યા કરી તે ગોળીબાર કરનારા જવાનનું નામ મસુદુલ રહમાન છે અને તે પણ પશ્ચિમ બંગાળનો જ વતની છે. જ્યારે આ ગોળીબારમાં અન્ય ત્રણ જવાનો ગંભીર રીતે ઘવાયા હતા જેની સારવાર ચાલી રહી છે.

અન્ય જવાનોને ભાગવાની પણ તક ન મળી

આ જવાનો અંગે જાણકારી આપતા બસ્તરના પોલીસ કમિશનર સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે અચાનક જ રહમાને આ ગોળીબાર કરી દીધો હતો. જેને પગલે અન્ય જવાનોને ભાગવાની તક પણ નહોતી મળી. બાદમાં રહમાને પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જોકે હાલ એ તપાસ ચાલી રહી છે કે રહમાને ખરેખર ખુદને ગોળી મારી હતી કે તેના સહકર્મીઓએ તેને પણ ગોળી મારી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર રહમાન ખાન રજા ન મળતા ગુસ્સામાં આવી ગયો હતો અને તેની મજાક ઉડાવનારા અન્ય જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah

BIG NEWS / ગુજરાતમાં પણ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી, જાણી લો દર્દીની હાલમાં શું છે સ્થિતિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!